HomeGujaratHDFC થી એવન્યુ પાર્ક સોસાયટી સુધી વાહનોની અવર-જવર પર પ્રતિબંધ. કલેકટરે જાહેરનામું...

HDFC થી એવન્યુ પાર્ક સોસાયટી સુધી વાહનોની અવર-જવર પર પ્રતિબંધ. કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું

મોરબી નગરપાલિકા દ્વારા હાલ રવાપર રોડના સીસી રોડ ની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે લાંબા સમયથી ખરાબ આ રોડના નિર્માણ કામને ધ્યાને લઇ રસ્તા પર વાહન વ્યવહાર બંધ કરવાની જરૂર પડી છે તાજેતરમ ગાંધીચોકથી સીટીવિઝન તેમજ ત્યાંથી આરડીસી બેંક સુધી રોડની કામગીરી ચાલતી હોવાથી રોડ પર પ્રવેશ બાંધી મુકાઈ હતી હવે આ કામગીરી પૂર્ણ થતા આગામી દિવસમાં ટાઈટન બિલ્ડીંગથી એવન્યુ પાર્ક સોસાયટીના ગેટ સુધીના રોડ બનાવવાની કામગીરી હાલ કરવામાં આવી રહી છે. રવાપર રોડ પર જતા વાહનોનું ડાયવર્ઝન આપી કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી વાહન વ્યવહારને અન્ય રોડ પર ડાયવર્ઝન આપવા અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

ટ્રાફિક સમસ્યા નિવારવાના હેતુથી (૧) એચ.ડી.એફ.સી. (સ્વામી વિવેકાનંદ ચોક) થી ટાઇટન બિલ્ડીંગ અને ટાઈટન બિલ્ડીંગ થી એવન્યુ પાર્ક સોસાયટીના ગેટ સુધી (નાલુ બાદ કરતા) ના રોડ પર કામગીરી શરૂ હોવાથી વાહનોની અવર જવર પ્રતિબંધ મુકવા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ અન્વયગરપાલિકા વિસ્તારમાં વાહનોની આવન જાવન પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.આ રોડ પરના વાહનોના પ્રવેશ પ્રતિબંધના કારણે વૈકલ્પિક રસ્તા તરીકે રવાપર રોડની બંને સાઈડ પેટા શેરીઓ, કાલિકા પ્લોટ મેઇન રોડ તથા શક્તિ પ્લોટ મેઇન રોડ, નીલકંઠ સ્કુલની આસપાસની શેરી વાળા રોડ અને અન્ય રોડનો ડાયવર્ઝન તરીકે ઉપયોગ કરી શકાશે. 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW