જીલ્લામાં એક વર્ષમાં 21,980 નવા વાહનો રસ્તા પર આવ્યા માળખાગત સુવિધાના અભાવે દંડ ભરવા મજબુર
મોરબી જીલ્લો આર્થિક રીતે સધ્ધર છે ખાસ કરીને મોરબી વાંકાનેર તાલુકાના ઉદ્યોગનો વિકાસ તો હળવદ ખેતીમાં સમૃદ્ધ હોવાથી લોકોની આર્થિક ક્ષમતા વધે છે પરિણામે મોરબી જિલ્લામાં વાહનો ની ખરીદી સતત વધી રહી છે માત્ર પાંચ તાલુકાના જિલ્લામાં વર્ષે 21,980 નવા વાહનો ઉમેરાય છે તેમાં પણ મોરબી શહેર અને આસપાસના વિસ્તારમાં જેટલી ઝડપથી શહેરીકરણ વધ્યું છે તેની અસર મોરબી શહેરમાં જોવા મળે છે મોરબી શહેરના માર્ગો દિનપ્રતિદિન વધુને વધુ સાંકડા થવા લાગ્યા છે. શહેરના મુખ્ય માર્ગો પર આવેલા કોમર્શિયલ કોમ્પલેક્ષ તો ઉભા થઇ રહ્યા છે. પણ આ કોમ્પ્લેક્ષના દુકાનદારો તેમજ તેમના ગ્રાહકો માટે વાહન પાર્ક કરવાની જ સગવડ નથી પરિણામે લોકો રોડ પર વાહન પાર્ક કરવા મજબૂર છે પાલિકા વિસ્તારમાં એકી બેકી પાર્કિંગ વ્યવસ્થા કરે છે પરંતુ પહેલાથી જ સાંકડા રોડ હોવાના કારણે વાહન પાર્ક કરવાની જ જગ્યા રહેતી નથી આ કારણોસર એક તરફ રોડ પર ટ્રાફિકજામ રહે છે તો બીજી તરફ દુકાનદારો અને વાહન પાર્ક કરતા વાહન ચાલકો વચ્ચે સતત ઘર્ષણ થતું રહે છે આટલું બાકી રહેતું હોય તેમ પોલીસ વાહન આવે અને રોડ પર વાહન પાર્ક કર્યા હોવાનો દાવો કરી વાહન ટોઈંગ કરી જતી રહે છે અને વાહન ચાલકોને દંડ ભરવો પડે છે
મોરબી શહેરની સ્થિતિ જોઈએ તો પરા બજાર મેઇન રોડ થી શાક માર્કેટ ,ગાંધી ચોક થી મહેશ હોટેલ સુધીનો રોડ રવાપર રોડ નેહરુ ગેટ ચોકથી લાતી પ્લોટ, તખ્તસિંહ રોડ, સુભાષ રોડ દરબારગઢ લાઈન સહીતના તમામ મુખ્ય માર્ગો પર સૌથી મોટો પ્રશ્ન વાહન પાર્કિંગ અને ટ્રાફિક જામ છે અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર નવા પાર્કિંગ સુવિધા ન કરી શકતા લોકો હેરાનગતિ ભોગવી રહ્યા છે

મુખ્ય ચોક વિસ્તારમાં ટ્રાફિક સિગ્નલ લગાવવાની વાત પણ ભુલાઈ
મોરબી પાલિકા વિસ્તારમાં ઝુલતા પુલ દુર્ઘટના પહેલા જિલ્લા કલેકટર કચેરી ખાતે મોરબી શહેરના આધિકારી પદાધિકારી સહિતના આગેવાનોએ મીટીંગ યોજી હતી અને પાલિકામાં ટ્રાફિક જામ માટે ઉકેલ માટે ચર્ચા કરી હતી જેમાં શહેરમાં આડેધડ ચાલતા વાહન નિયમ મુજબ ચાલે તે માટે ટ્રાફિક સિગ્નલ મુકવામાં આવે જોકે ઝુલતા પુલ દુર્ઘટના બની પાલિકામાં શાસકો જતા રહ્યા તમામ અધિકારીઓની પણ બદલી થઇ ગઈ અને ટ્રાફિક સિગ્નલ વાત પણ ભુલાઈ ગઈ.
મોરબી,વાંકાનેરમાં પાલિકાએ બે વર્ષમાં એક પણ નવું જાહેર પાર્કિંગ નથી શરુ કર્યો
દિન પ્રતિદિન વધતા વાહનો અને વસ્તીના કારણે સતત રોડ અને આસપાસના વિસ્તારમાં ટ્રાફિક જામ સર્જાતા રહે છે મોરબી જિલ્લામાં છેલ્લા બે વર્ષ દરમિયાન એક પણ નવા સ્થળે પાલિકાની જગ્યામાં નવું પાર્કિંગ બની શક્યું નથી અને હાલ જ્યાં પાર્કિંગ છે તેવા વિસ્તારમાં લારી ગલ્લાના દબાણ ખડકાયા છે પાલિકા પાસે હજુ પણ ટ્રાફિક જામ નિવારવા પેઈડ એન્ડ યુઝ પાર્કિંગ વ્યવસ્થા કે અન્ય એવા કોઈ જાહેર જગ્યામાં સાર્વજનિક પાર્કિંગ ઊભું કરવાનું પણ કોઈ આયોજન હોય તેવું લાગતું નથી પરિણામે આ બન્ને શહેરમાં પાર્કિંગ અને તેના કારણે ટ્રાફિક જામની સમસ્યા આગામી દિવસમાં વધુ ગંભીર રૂપ લે તેવી સંભાવના છે

મોરબી શહેરના દુકાનદારોએ મુખ્ય રોડ સુધી ખડકાયેલ ગેર કાયદે ઓટલા દુર કરવા જરૂરી
મોરબી શહેરના શનાળા રોડ રવાપર રોડ ,અયોધાપુરી રોડ સાવસર સરદાર રોડ, તખ્તસિહ રોડ,પરાબજાર સહિતના મુખ્ય રોડ સુધી દુકાનદારો ગેર કાયદે ઓટલા ખડકી દેતા હોય છે તો કોમર્શિયલ કોમ્પ્લેક્સ ધારકો તો એ તેમના નકશામાં દર્શાવેલ પાર્કિંગ માં પણ દુકાન ખડકી દીધી છે ગેરકાયદે બાંધકામ પણ ટ્રાફિક જામ સમસ્યા માટે જવાબદાર

