મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલ માળીયા શાખા નહેરની સાંકળ 97.661 કિ.મી. પર આવેલા હળવદ-ટીકર જુના ઘાંટીલા ને જોડતો MDRB (વિલેજ બ્રીજ) ૨૫ વર્ષ જુનો હોય અને જર્જરિત સ્થિતિમાં પહોચ્યા છે. અને તેને રીપેરીંગ કામગીરી કરવા સ્થાનિક ગ્રામજનો દ્વારા વારંવાર કરેલી રજૂઆત બાદ તંત્ર સક્રિય થયું હતું અને બ્રીજના સ્ટ્રકચરની મરામત ની કામગીરી ચાલુ હોવાથી તા. 15-06-2024 સુધી વાહન વ્યવહાર બંધ કરવા મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલ માળીયા શાખા નહેરની સાંકળ 97.661 કિ.મી. પર આવેલા હળવદ-ટીકર જુના ઘાંટીલા ને જોડતો MDRB (વિલેજ બ્રીજ) ઉપરથી વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ રસ્તાના વૈલ્પિક રસ્તા તરીકે નાળાથી 600 મીટર દુર પૂર્વ તરફ નવી ટીકર તેમજ જુના ઘાંટીલા જવા માટેના બીજા રસ્તાનો ઉપયોગ કરવા તેમજ રીપેરીંગ વાળા નાળાથી 600 મીટર દુર પશ્વિમ તરફ ટીકરથી નવા ઘાંટીલા જવાનો રસ્તો ઉપયોગ કરવા જણાવાયું છે.

