આજના સમયમાં નાની વયની સગીરા હોય કે પરણિત મહિલાઓને કેટલાક લવર મુછીયાઓ મીઠી વાતો કરી પ્રેમ જાળમાં ફસાવતા હોય છે ભોળી મહિલા પણ તેની વાતોમાં આવી તેની સાથે પરિવાર છોડીને નીકળી જતી હોય છે જોકે આ પ્રેમનું ભૂત ગણતરીના દિવસમાં ઉતરી જતું હોય છે અને બાદમાં બન્ને વચ્ચે અણ બનાવ શરુ થતા એક બીજાને મુકીને જતા રહ્યા છે આ ઘટના બાદ મહિલા ને પછ્તાવવા સિવાય કશું બચતું નથી અને પરણીત મહિલાના કિસ્સામાં તેનું આખું પરિવાર ગુમાવવાનો વારો આવતો હોય છે આવી એક ઘટના મોરબીમાં બની હતી જે મહિલાઓ માટે ચેતવવા જીવ્ય
મોરબી શહેરમાં પરિવારની એક મહિલા બે મહિના પૂર્વે બ્યુટી પાર્લર જવાનું કહી નીકળ્યા બાદ ગુમ થઇ જતા પરણીતાના પતિએ શોધખોળ કરી હતી પરંતુ કોઈ પત્તો ન લાગતા પોલીસમાં જાણવા જોગ નોધાવી હતી પોલીસે મહીલાની શોધખોળ કરી હતી પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો જોકે બે મહિના બાદ જયારે યુવતી પરત આવી ત્યારે આખી ઘટના સામે આવી હતી મોરબીના એક પરિવારની 26 વર્ષીય પરણીતાને ધર્મેશ કૈલાસભાઈ ચૌહાણ નામના શખ્સે પોતાની મીઠી વાતો કરી તેને પ્રેમજાળમાં ફસાવી હતી અને લલચાવી ફોસલાવી તેના સાથે એમપી લઇ ગયો હતો જોકે ત્યાં ગયા બાદ યુવકની નિયત બગડી હતી અને બે મહિના સુધી સાથે રહ્યા બાદ તેને મૂકી રફુચક્કર થઇ જતા પરણીતાની હાલત ન ઘરના ન ઘાટના જેવી થઇ ગઈ હતી પ્રેમીથી દગો મળ્યા બાદ પરણીતા હવે પતિ પાસે પણ જઈ ન શકે તેવી હાલત થઇ જતા અંતે પિતા પાસે પરત આવી ગઈ હતી

