હાલ ધોરણ 10 -12 બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે અને વિદ્યાર્થીઓ ઉત્સાહ સાથે પરીક્ષા આપી રહ્યાં છે. કેટલાક છાત્રો એવા પણ છે શારીરિક ખામીઓને ભૂલી આખા વર્ષમાં કરેલી મહેનત ને પરીક્ષા ખંડમાં સાબિત કરી રહ્યા છે પરીક્ષા દરમીયાન પણ ક્યારેક આકસ્મિક ઘટનાં બનતી હોય છે અને સ્થિતિ એવી બનતી હોય છે કે છાત્ર માટે પરીક્ષા પડકાર બની જતી હોય છે આવા પડકાર ને છાત્રો હિંમત પૂર્વક પાર પાડી પોતાની હિંમત સામે તમામ પ્રકારની મુસીબતને વામણી બનાવતા હોય છે ટંકારાની એક વિધાર્થીની એ આવી જ એક હિંમત દાખવી અન્ય છાત્રો માટે પ્રેરણા બની છે
ઓરપેટ કન્યા વિદ્યાલય ટંકારા ની વિદ્યાર્થિની જ્હાનવીબા કિશોરસિંહ ઝાલા કે જેઓ ધોરણ 12 આર્ટ્સ માં અભ્યાસ કરે છે. અને હાલે એચ.એસ.સી બોર્ડ ની પરીક્ષા ચાલી રહી છે ત્યારે ગઈ કાલે સંસ્કૃતનું પેપર હતું. એ પહેલા આગલી રાત્રે પેટનો અસહ્ય દુખાવો થતાં ઈમરજન્સી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવી પડી હતી. ત્યારે રાજકોટ સાર્થક હોસ્પિટલમાં તેનું એપેંડીક્ષનું ઓપરેશન કરવામાં આવ્યું હતું ઓપરેશન બાદ પણ વિધાર્થીનીએ પરીક્ષા આપવાની તૈયારી બતાવતા હાજર તબીબ અને સ્ટાફ દ્વારા આ અંગે પરીક્ષા કેન્દ્રના શિક્ષણ વિભાગને વાત કરી પરમીશન લેવા જણાવ્યું હતું અને શિક્ષકો અને તંત્ર દ્વારા તાત્કાલિક નિયમોનુસાર કાગળ કરી તાકીદે દવાખાનાથી એમ્બ્યુલન્સ દ્વારા પરીક્ષા સ્થળ સુધી લાવ્યા હતા અને પરીક્ષા સ્થળે તેમના માટે અલગ બેડ ની વ્યવસ્થા કરવામાં આવી જેથી તેઓ શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપી શકે. વિદ્યાર્થિની અને તેમના માતાપિતા ના મનોબળ થકી આ શક્ય બન્યું છે જેની શક્તી ને સલામ છે અને શિક્ષકો તથા ડોક્ટરો ની ટીમ પણ ખડેપગે રહી હતી વિદ્યાર્થીનીને કોઈ મુશ્કેલી ન પડે તેની તકેદારી રાખી હતી

