HomeGujaratમોરબીમાં મેડીકલ સ્ટોર પણ અસુરક્ષિત તસ્કરો 1.70 લાખની ચોરી કરી ફરાર

મોરબીમાં મેડીકલ સ્ટોર પણ અસુરક્ષિત તસ્કરો 1.70 લાખની ચોરી કરી ફરાર

મોરબી સવાસર પ્લોટ શેરી નં -12 ગોકુલ હોસ્પિટલમાં આર્યા મેડિકલ સ્ટોરમાં ટેબલના ખાનામાંથી તસ્કરોએ રોકડ રકમ રૂ.1.70 લાખની ચોરી કરી હતી.આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

ગત તા. 21-03-2024 ના રાત્રીના અરસામાં અજાણ્યા ચોર હોસ્પીટલમા ગેરકાયદેસર પ્રવેશ કરી ડોકટરની ઓફીસમાથી ચાવી મેળવી મેડીકલ સ્ટોરના દરવાજાનો લોક ખોલી મેડીકલ સ્ટોરમા પ્રવેશ કરી ટેબલના ખાનામા રાખેલ રોકડ રૂપીયા,1,70,000/- ની ચોરી કરી લઇ ગયા હતા જેથી આ બનાવ અંગે ભોગ બનનાર વિમલભાઈએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW