મોરબીના નાની વાવડી ગામમાં આવેલા બજરંગ સોસાયટીમાં રહેતા અને રિક્ષા ડ્રાઈવિંગનો વ્યવસાય કરતા રવી જીતેન્દ્રભાઈ પાલા નામના યુવાન તેમજ વિકી ઉર્ફે કાનો તેના ઘર નજીક બેઠા હતા. તે સમયે પ્રેમ હિતેશભાઈ મિસ્ત્રી પોતાની કાર લઈ આવી અને ઓવર સ્પીડમા કાર રીવર્સમા લેતા શેરીમા પડેલ બે બાઇક. સાથે અથડાતા આ રવિએ પ્રેમ મિસ્ત્રી કાર ધીમે ચલાવવા કહી ઠપકો આપતા જે આરોપીને સારૂ નહીં લાગતા બોલાચાલી કરી ત્યાંથી જતો રહ્યો હતો. બાદ આ રવી ઘર પાસે આવેલા ડેરીથી દૂધલઈ પોતાના ઘરે જતા હતા ત્યારે પ્રેમભાઇહિમંતભાઇ મિસ્ત્રી, ધનસુખભાઇહિંમતભાઇ મિસ્ત્રી, વિનોદભાઇ કોળી,વિશાલ કોળી મોરબી જય પટેલ ધોકા તેમજ હથીયાર લઈ ધસી આવ્યા હતા અને બોલાચાલી કરી ગાળો આપવા લાગતા રવિએ ગાળો નહીં આપવાનુ કહેતા આરોપીઓએ ધોકાથી ઢોર મરમારવા લાગ્યા હતા આ દરમિયાન રવિના પિતા જિતેન્દ્રભાઈ, તેનોભાઈ કપિલ અને બીજા મિત્રો વચ્ચે પડતા આરોપીઓએ તેને પણ મારમારતા ત્રણ લોકોને ઈજા પહોંચી હતી બનાવ અંગે રવિએ આરોપીઓ સામે એ ડિવિઝન પોલીસ મથક ફરિયાદ નોંધાવી હતી સામે પક્ષે ધનસુખ હિમંતભાઈ સર વાલિયાએ, રવી જીતેન્દ્રભાઇ સોની રહે.ભગવતીપાર્ક નાનીવાવડી મોરબી, જીતેન્દ્રભાઇ સોની રહે.ભગવતીપાર્ક નાનીવાવડી મોરબી ,કપીલ જીતેન્દ્રભાઇ સોની રહે.ભગવતીપાર્ક નાનીવાવડી મોરબી ,વિકી ઉર્ફે કાનો રમેશભાઇ સિંધવ રહે. સમજુબા સ્કુલ પાછળ મોરબી, એક બીજો અજાણ્યો માણસ સહિતના સામે એ ડિવિઝન પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી

