મોરબીમા નવયુગ સામે સુભાષ રિયલ ઈલેક્ટ્રીક નમની દુકાન બહાર પાર્ક કરેલ જગ્યાએથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મોરબીના આલાપ રોડ પર સતાધાર પાર્ક -1 માં રહેતા પ્રાણજીવનભાઈ નરભેરામભાઈ સાણજા (ઉ.વ.62) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. 02-03-2024 ના રોજ કોઈ પણ સમયે અજાણ્યો ચોર ઈસમ ફરીયાદીનુ એક્ટીવા મોટરસાયકલ રજીસ્ટર – GJ -36-AB-0514 જેની કિંમત રૂ.30,300 વાળુ એક્ટીવા મોટરસાયકલ પાર્ક કરેલ જગ્યાએથી કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ભોગ બનનાર પ્રાણજીવનભાઈએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

