HomeGujaratમોરબીમાં સ્પા પાર્લરમાં CCTV ન રાખનાર,કર્મચારીની નોધણી ન કરી સંચાલક સામે ગુન્હો...

મોરબીમાં સ્પા પાર્લરમાં CCTV ન રાખનાર,કર્મચારીની નોધણી ન કરી સંચાલક સામે ગુન્હો નોંધાયો

મોરબી જિલ્લામાં ઠેર ઠેર સ્પા સેન્ટર ખુલી રહ્યા છે અને આગાઉ કેટલાક સ્પામાં કુટણખાના ચાલતા હોવાનું પણ સામે આવ્યા બાદ જિલ્લા ક્લેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડી સ્પા સેન્ટરમાં એન્ટ્રી પોઇન્ટ પર ફરજિયાત સીસીટીવી કેમેરામાં મૂકવા તેમજ કામ કરતા કર્મચારી ની પોલીસ મથકમાં નોધણી કરાવવા આદેશ કર્યો હોવા છતાં હજુ પણ કેટલાંક સ્પા સંચાલક દ્વારા તેની અમલવારી ન કરતા હોવાની ફરિયાદ ઉઠી છે ત્યારે પોલીસે ચેકીંગ હાથ ધર્યું હતું તે દરમિયાન મોરબીના નેશનલ હાઇવે પર આવેલા ધર્મ ગોલ્ડ કોમ્પલેક્ષ મા આવેલા સ્પર્શ સ્પાના સંચાલક ભાવેશ સદાશિવ ખામકરએ સ્પામાં કામ કરતી સ્પા વર્કરના બાયોડેટાના ફોર્મ ભરી પોલીસ સ્ટેશનમાં નોંધ નહી કરાવી તથા સી.સી.ટી.વી.ના જાહેરનામા મુજબના બેકઅપ વાળા કેમેરા ન રાખતા પોલીસે તેના વિરૂધ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW