HomeGujaratવાંકાનેર પાલિકા દ્વારા શહેરમાં બનાવવામાં આવતા સીસી રોડ નબળી ગુણવત્તા વાળા -...

વાંકાનેર પાલિકા દ્વારા શહેરમાં બનાવવામાં આવતા સીસી રોડ નબળી ગુણવત્તા વાળા – ધારાસભ્ય જીતુભાઇ સોમાણી

અગાઉ ની જિલ્લા સંકલન બેઠકમાં મુદ્દો ઉછડ્યો પણ એક્શન ન લેવાયા

શહેરની નગરપાલિકા સુપરસિડ હોય જે તે સમયે વહીવટદાર શાસનમાં શહેરના માર્ગો પર સીસી રોડની કામગીરી હાથ ધરવામાં આવી હતી તે કામગીરી એજન્સીઓ દ્વારા કરવામાં આવતી હોવાથી યોગ્ય લાઈન લેવલ તેમજ અત્યંત નબળી કક્ષાની કામગીરી કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા ગત તા 7-10-2023 નાં રોજ પાલિકાના વહીવટદારને પત્ર લખીને જણાવ્યું હતું. પત્રમાં સોમાણી દ્વારા જણાવાયું હતુ કે જે કામગીરી હાથ ધરવામાં આવી છે તે ૬૫% રકમમાં જ કામગીરી કરી શકાય તેથી ૩૫% રકમની નુકસાની થાય તેમ છે તેથી હાલમાં ચાલતા સીસી રોડની કામગીરી બંધ કરી આં કામગીરી ઓન લાઈન ટેન્ડરીંગ પ્રક્રિયા કરી મજૂરી કામ કરાવવા તેમજ માલ સામાન નગરપાલિકા દ્વારા ખરીદી કરી રોડના કામો કરાવવામાં આવે તો પાલિકાને આર્થિક ભારણ ન પડે અને કામની ગુણવતા જળવાઈ રહેશે તેથી તાત્કાલિક અસરથી સીસી રોડની કામગીરી બંધ કરાવશો નહિતર સઘળી જવાબદારી તમારી રહેશે તેમ વહીવટદારને સંબોધીને પત્ર લખીને મોકલ્યો હતો. પરંતુ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.
જેને પગલે બાદ ગત તા 18 જાન્યુઆરીના રોજ મોરબી ખાતે કલેકટરની અધ્યક્ષતામાં યોજાયેલ સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય જીતુભાઇ સોમાણી દ્વારા કલેકટરને પત્ર લખીને જણાવ્યું હતું કે વાંકાનેર નગરપાલિકા દ્વારા વહીવટી શાસનમાં ચાલતા સીસી રોડની કામગીરી પૂરી થઈ ગઈ છે તેની ગુણવતા અત્યંત નબળી હોય વહીવટદાર આં તમામ કામોમાં નબળા પુરવાર થયેલા છે. જે સીસી રોડની કામગીરી પરથી દેખાઈ આવે છે તેવા આક્ષેપો કરવામાં આવેલ. વધુમાં પત્રમાં જણાવ્યું હતું કે શહેરીજનો દ્વારા કામ નબળુ થવાની ફરિયાદો ઉઠી હતી. પત્રમાં લખ્યું હતું કે વહીવટી શાસન પહેલાના કામો અને વહીવટદાર શાસનમાં ચાલતા કામોની તપાસ કરવામાં આવે તો જમીન આસમાનનું અંતર દેખાશે તો આ બાબતે યોગ્ય તપાસ કરી રિપોર્ટ કરવા અનુરોધ કરાયો હતો.
ભાજપના શાસનમાં ભાજપના જ ધારાસભ્યની ઉપેક્ષા કરી સીસી રોડની કામગીરી પૂરી કરી દેવાઈ હતી ત્યારે આમજનતાના મનમાં સવાલ ઊભો થાય કે જો સરકારી બાબુઓ ધારાસભ્યને જો ગાંજતાં ન હોય તો સામાન્ય પ્રજાજનોની વાત કોણ સાંભળે

અગાઉની સંકલન બેઠક પંડયા સાહેબ હતા હું તપાસ કરાવીને જાણવું
અગાઉની સંકલન બેઠક વખતે કલેકટર તરીકે જી. ટી પંડ્યા હતા અને તે અંગે ના નિર્ણય તેમના દ્વારા લેવાયા હતા હું સંકલન બેઠક પછી શું એક્શન લેવાયા તે અંગેની તપાસ કર્યા બાદ જણાવી શકીશ તેમ જિલ્લા કલેકટર કિરણ ઝવેરીએ જણાવ્યુ હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW