HomeGujaratમાળિયાના ભાવપરમાં જળ કટોકટી અને ખેતી પણ વરસાદ આધારિત,

માળિયાના ભાવપરમાં જળ કટોકટી અને ખેતી પણ વરસાદ આધારિત,

પાણીની ગંભીર સમસ્યા હોવાથી અનેક લોકોએ શહેરનો રસ્તો પકડી લેતાં એક હજાર જેટલી જ વસ્તી બચી

મોરબી જિલ્લો જ નહીં પણ રાજ્યભરમાં માળીયા તાલુકો તમામ રીતે બેહાલ છે. દિવસે અને દિવસે બંજર બનતી ખેતીની જમીન અને પીવાના પાણી તેમજ અનેક અસુવિધાઓને કારણે માળીયા તાલુકાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોની દશા ખૂબ જ ખરાબ છે. તેમાનું એક એટલે માળીયાના ભાવપર ગામે જળ કટોકટીએ એટલો દાટ વાળ્યો કે પીવાનું પાણી પણ માંડ મળતું હોય ત્યારે હરીભરી ખેતીની માત્ર કલ્પના જ કરવી રહી.

માળીયાના ભાવપર ગામના સરપંચએ જણાવ્યું હતું કે, આ ગામ આશરે 500 વર્ષ પૂરાણુ હોય અને ભૂકંપ પછી આ ગામના બે ભાગલા પડ્યા હોય હવે જૂનું ભાવપર અને નવું ભાવપર ગામ તરીકે ઓળખાય છે. પીવાના પાણીની સમસ્યા હોવાથી એક સમયે 4 હજાર જેટલી વસ્તી ધરાવતા આ ગામમાં હવે એક હજાર જેટલી વસ્તી બચી હોય એ હદે આ ગામનું મોરબીમાં શહેરીકરણ થયું છે. આમ છતાં હજુ પણ આજીવિકા માટે પરંપરાગત ખેતી પર નભે છે.

નર્મદા લાઇનમાંથી પાણી આ ગામને આપવામાં આવતું હોય પણ જેટલી પાણીની ડિમાન્ડ કરતાં ખૂબ ઓછું પાણી અને અગાઉ પાંચ છ દિવસે અને હવે એકાંતરામાં પાણી વિતરણમાં પણ ખૂબ ઓછી કલાક માટે પાણી આપતું હોય પીવા માટે મેળ થતો હોય ત્યાં ખેતી માટે પાણી ક્યાંથી મળે ? નર્મદા કેનાલમાંથી સિંચાઈનું પાણી મળતું ન હોય ત્યારે ખેતી પણ વરસાદ આધારિત જ હોય ને. સૌથી ઓછો વરસાદ પડે તો ઠન ઠન ગોપાલ જેવી જ સ્થિતિ થાય છે.

ગામના અગ્રણીએ જણાવ્યું હતું કે, વર્ષોથી તેમનું ગામ ખેતી પર નભે છે અને જળ હોનારત પહેલા આ ગામની અંદાજીત 4 કે 5 હજાર વસ્તી હતી. પણ છેલ્લા બે દાયકાથી વરસાદમાં ઉતાર ચઢાવ આવતા એટલે કે ક્યારેક ઓછો વરસાદ તો ક્યારેક વધુ વરસાદ તેમજ મોટાભાગે 80-90નો ગાળો દુષ્કાળ ગ્રસ્ત હોવાથી ગામના મોટાભાગના લોકોએ 90-2000 સુધીમાં ગામ છોડીને મોરબી આવીને વસી ગયા અને ગામ ખાલી થઇ ગયું

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW