મોરબીના ઔદ્યોગિક ઝોન એવા પીપળી રોડ પર પાવડીયારી નજીક એક પ્રોપેન ગેસ ભરેલ ટેન્કર અચાનક બેકાબુ બની ગયું હતું અને રોડ પર પલટી મારી જતા ટ્રાફિકથી ધમધમતા રોડ પર અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો ઘટનાને પગલે રોડ પર વાહનોના થપ્પા લાગી જતા કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. કંડલા પોર્ટથી પ્રોપેન ગેસ ભરીને નીકળેલા ગેસના ટેન્કર પાવડીયારી નજીક સિરામિક ફેકટરીમાં ખાલી કરવાનું હતું જોકે તે પહેલા અકસ્માતનો ભોગ બન્યું હતું પ્રોપેન ગેસ જવલનશીલ ગેસ હોય સદ નસીબે ટેન્કર લીકેજ ન થતા મોટી દુર્ઘટના થતા અટકી ગઈ હતી આ ઉપરાંત વાહન અક્સમાતની ઘટના પણ કોઈ જાનહાની ન થતા રાહતનો શ્વાસ લીધો હતો બનાવ બાદ ક્રેનની મદદથી ટેન્કરને સીધા કરી ફરી વાહન વ્યવહાર રાબેતા મુજબ શરુ કરી દેવાયો હતો

