ગામ હર્યુંભર્યું છતાં સિંચાઈના ફાંફાથી ઘણીવાર એક પણ પાક ન લઈ શકતા ખેડૂતો
મોરબી જિલ્લામાં વર્ષોથી ઉધોગોની સમાંતર ખેતી પણ સમૃદ્ધ બની છે. ખાસ તો આઝાદી પછી ઉદ્યોગોનો ઉતરોતર વિકાસ થતા આજે સીરામીકની હરણફાળથી વિકાસની તેજ રફતાર થવાથી આસપાસના ગામડાઓની પણ શહેર કરતા ચડિયાતી સુવિધા ઉપલબ્ધ થઈ છે. આ ગામ એટલે મોરબી નજીક આવેલ રાજપર કુ. ગામ. આ ગામમાં બધી સુવિધાઓથી ઉપલબ્ધ થઈ ગયુ છે.

મોરબી નજીક આવેલ રાજપર કુ. ગામની હાલ અંદાજીત 1 હજારની વસ્તી હોય પણ આ વસ્તી સામે 700 લોકો ગામની ખેતી ઉપર હોય અને 30 ટકા લોકો કે જેઓ યુવાન હોય એટલે આ ગામના મોટાભાગના યુવાનો સીરામીક સાથે જોડયેલાં છે. આ યુવાનો કહે છે કે ભણી ગણીને ક્યાંક નોકરી મળતી ન હોય ત્યારે સીરામીકમાં તેમની કાબેલિયત મુજબ સીરામિકમાં નોકરી મળે છે.
આરોગ્ય અને શિક્ષણ વ્યવસ્થા ખોરવાય
આ ગામમાં સુવિધાઓ વધવી જોઈએ એના બદલે ઘટી રહી છે.જેમાં ગામમાં અગાઉ કેનાલ કે સીચાઇની કોઈ વ્યવસ્થા ન હોવાથી ખેડૂતોને માત્ર વરસાદ આધારિત ખેતી કરવી પડે છે. વરસાદ સારો ન થાય તો ખેડૂતો આર્થિક રીતે ભાંગી પડે છે. ઘણીવાર ખેડૂતો દેવામાં આવી જવાથી અંતિમ પગલાં ભરી લેતા હોવાના બનાવ સામે આવ્યા છે.

