મોરબી તાલુકાના વાવડી ગામની સીમમાં ગત તા 11ના રાત્રીના રોજ મોરબીના ભડિયાદ ગામ નજીક એક મહિલા અને એક યુવક દ્વારા પહેલા ઝેરી દવા પી લીધા બાદ જ્વલનશીલ પદાર્થ છાંટી સળગેલી હાલતમાં મળી આવ્યા હતા. આ ઘટનામાં સંગીતાબેન દેવજીભાઈ પરમાર નામની મહિલા ગંભીર રીતે દાઝી જતા તેનું કમકમાટી ભર્યું મોત થયું હતું બીજી તરફ જ્યોતીન્દ્ર નાગર નામના શખ્સને ગંભીર ઈજા પહોચી હોવાથી પ્રથમ મોરબી બાદ રાજકોટ ખાતે સારવાર અર્થે ખસેડાયો હતો આં ઘટનાના 12 દિવસ બાદ મૃતક સંગીતાબેનના પતિ દેવજીભાઈ પરમાર તાલુકા પોલીસ મથકમાં જ્યોતીન્દ્ર નાગર સામે ફરિયાદનોધાવી છે જે મુજબ જ્યોતીન્દ્રને સંગીતાબેન સાથે કોઈ બાબતે મનદુઃખ થતા જ્વલનશીલ પદાર્થ છાંટી તેને સળગાવી દઈ હત્યા નીપજાવી દીધી હતી દેવજીભાઈની ફરિયાદ આધારે તાલુકા પોલીસે આરોપી જ્યોતીન્દ્ર સામે આઈપીસી 302 .328 અને એટ્રોસીટી એક્ટ મુજબ ગુન્હો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

