HomeGujaratમોરબી અને થાનમાં વરિયા પ્રજાપતિ સમાજનાં 37માં સમૂહ લગ્ન યોજાશે 

મોરબી અને થાનમાં વરિયા પ્રજાપતિ સમાજનાં 37માં સમૂહ લગ્ન યોજાશે 

મોરબી અને થાનમાં તા. 27ને મંગળવારના રોજ વરિયા પ્રજાપતિ સમાજનો 37 મોં સમૂહ લગ્ન યોજાશે જેમાં સંતો મહંતો અને સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં મોરબીમાં 18 અને થાનમાં 14 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડશે. દિકરીઓને કરિયાવરમાં સોના – ચાંદીના દાગીના તેમજ પુસ્તકો સહીત 100 થી વધુ વસ્તુઓ આપવામાં આવશે. નવ દંપતીઓને આશીર્વાદ આપવા સંતો – મહંતો તેમજ રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે

મોરબી અને થાનમાં તા. 27-02-2024 ને મંગળવારે વરિયા પ્રજાપતિ સમાજ નો 37 મો સમૂહ લગ્ન યોજાશે જેમાં દીકરીઓને કરિયાવરમાં સોના – ચાંદીના દાગીના, ભગવત ગીતા સહીત 100થી વધુ વસ્તુઓ કરિયાવરમાં  આપવામાં આવશે.  જેમાં મોરબીમાં નેશનલ રિવેરા સીરામીક પાસે, એસ્ટ્રોન સીરામીક પાછળ, નેશનલ હાઇવે, ત્રાજપર ખાતે યોજાશે જેમાં 18 નવદંપતી પ્રભુતામાં પગલાં પાડશે, આ સમૂહ લગ્નના અધ્યક્ષ તરીકે ડો. માધુરીબેન ચેતનભાઈ વારેવડીયા, અનિલભાઈ અંદોદરીયા, હડમતીયા મહંત મેહુલદાસ બાપુ  તેમજ સાંસદ મોહનભાઇ કુંડારીયા, વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા,  કલેકટર, ડીડીઓ, અધિક કલેકટર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહી નવ દંપતીને આશીર્વાદ પાઠવશે. આ સમૂહ લગ્નમાં વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ દ્વારા ભવ્ય પુસ્તક પ્રદર્શન પણ રાખવામાં આવશે.

જયારે થાનમાં વરિયા પ્રજાપતિ સમાજ વાડી ખાતે સુરેન્દ્રનગર જિલ્લાના સમૂહ લગ્ન યોજાશે જેમાં 14 નવદંપતી પ્રભુતામાં પગલાં પાડશે. આ કાર્યક્રમમાં પદ્મશ્રી શાહબુદીનભાઇ રાઠોડ, ડો. જગદીશભાઈ ત્રિવેદી, ધારાસભ્ય શામજીભાઈ  ચૌહાણ, કિરીટસિંહ રાણા, પૂર્વ ધારાસભ્ય ઋત્વિક ભાઈ મકવાણા સહિતના ઉપસ્થિત રહી નવદંપતીને આશીર્વાદ પાઠવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW