મોરબીના નાની વાવડી ગામ ખાતે આગામી 14મી ફેબૃઆરીના રોજ પાટીદાર સમાજના 26માં સમુહલગ્નનું આયોજન કરીને પાટીદાર સમાજની 41 દીકરીઓના ભવ્ય રીતે લગ્ન યોજીને સાસરે વળાવવામાં આવશે. આ સમૂહલગ્નનું આયોજન કરનાર મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમુહલગ્ન સમિતિના પ્રમુખ મનસુખભાઇ મગનભાઈ કૈલાએ જણાવ્યું હતું કે, 2001માં વિનાશક ભૂકંપની મોરબી અને આસપાસના ઘણા ગામોમાં અસર થઈ હોય અને દુષ્કાળના વર્ષો હોવાથી ઘણા બધા પાટીદાર સમાજના લોકોની પણ આર્થિક સ્થિતિ સામાન્ય થઈ ગઈ હોવાથી આવા આર્થિક રીતે નબળા સમાજના પરિવારોને મદદરૂપ થવા અને એ લોકોને તેમની દીકરીઓના લગ્નનો જરાય ખર્ચ ન કરવો પડે તેમજ માતાપિતા અને દીકરીઓના લગ્નના તમામ અરમાનો પુરા કરવા સમાજના મહાનુભાવોની આ સમિતિ બનાવી દાંતાઓના સહયોગથી લગ્નનો ભવ્ય મંડપ, એકદમ સ્વાદિષ્ટ જમણવાર ઉપરાંત દીકરીઓને અઢકળ સામગ્રીઓ આપીને 2002માં કડવા પાટીદાર સમાજના સમુહલગ્નની શરૂઆત કરી સાથે સાથે પર્યાવરણનું સંતુલન જાળવવા વૃક્ષારોપણની નેમ રાખી ત્યારથી અત્યાર સુધી લગ્નગ્રંથિથી જોડાનાર દરેક દીકરીઓને એક એક વૃક્ષની ભેટ આપી અને એ પોતાના સાસરિયામાં જઈને વૃક્ષ વાવીને ઉછેર કરતા અત્યાર સુધીમાં અંદાજે 300થી વધુ દંપતીઓએ વૃક્ષો વાવીને ઉછેર્યા છે. આ ઉપરાંત આ સમિતિ દ્વારા 2002થી આજ સુધી કુલ 1694 દીકરીઓના લગ્નો અને 2014ની સાલ સુધીમાં 3500 વૃક્ષો વાવી અનેક ગામમાં હરિયાળી કાંતિ કરી છે. જ્યારે 2001થી ગયા વર્ષ સુધીમાં અંદાજે 7 હજાર વૃક્ષો વાવ્યા છે

