HomeGujaratમહર્ષિ દયાનંદના જન્મોત્સવનો ત્રી-દિવસીય કાર્યક્રમ આવતીકાલથી થશે શરુ યોગ-યજ્ઞનું આયોજન

મહર્ષિ દયાનંદના જન્મોત્સવનો ત્રી-દિવસીય કાર્યક્રમ આવતીકાલથી થશે શરુ યોગ-યજ્ઞનું આયોજન

આર્ય સમાજના સ્થાપક અને સમાજ સુધારક મહર્ષિ દયાનંદ સરસ્વતીની 2024 માં 200 મી જન્મ જયંતિની ટંકારા ખાતે જોરશોરથી ઉજવણી કરવામાં આવી રહી છે આવતીકાલે એટલે તા 10ના રોજ આ જન્મોત્સવનો પ્રારંભ થશે.જે 12 ફેબ્રુઆરી સુધી યોજાશે ત્રણ દિવસના કાર્યક્રમમાં પ્રથમ દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં યજ્ઞ, વૈદિક ધર્મની આહલેક જગાવતી શોભાયાત્રા ટંકારાના માર્ગો પરથી નીકળી કાર્યક્રમ સ્થળ કરશનજી કા આંગન સુધી યોજાશે. બાદમાં કાર્યક્રમ સ્થળે અંધવિશ્વાસ નિવારણ પર વિશિષ્ટ શો, મહર્ષિ દયાનંદના જીવન અને કાર્યો પર નાટ્ય પ્રસ્તુતી, આર્યસમાજ દ્વારા સાચી ઘટનાઓ પર સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા રજૂઆત, આર્ય ગુરૂકુળની કન્યાઓ દ્વારા કંઠસ્થ વેદ પાઠ, દયાનંદ ના જીવન-કાર્યોનુ પ્રદર્શન, વેદ-વૈદિક વિષય પર શંકાનુ સમાધાન કાર્યક્રમ,આર્ય વિરો દ્વારા વ્યાયામ પ્રદર્શન,ડીએવી સંસ્થાના બાળકો દ્વારા દયાનંદ સરસ્વતીને સ્મરણાંજલિ- ભાવાંજલિ સહિતના કાર્યક્રમો યોજાશે.
ટંકારાથી એકાદ કિમી દુર રાજકોટ હાઈવે પર કરશનજી કા આંગન નામે યોજાનાર કાર્યક્રમ સ્થળે મોટા ડોમ ઉપરાંત પંડાલો ઉભા કરવાની તૈયારીઓ પૂર્ણ થઈ ચુકી છે. કાર્યક્રમમા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપરાંત, બીજા દિવસે તા.૧૧મીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પુરૂષોતમ રૂપાલા હાજરી આપશે.અંતિમ દિવસે તા. 12 મીએ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ ખાસ અતિથી તરીકે ઉપસ્થિત રહેશે આ તકે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ જોડાઈ ને સંબોધન કરશે.

તા 10 ના રોજ યોજાનાર કાર્યક્રમ

જન્મ સ્થળ ટંકારા યજ્ઞ સવારે 9:00 થી 9:30
શોભાયાત્રા જન્મસ્થળ કરશન કાકાના આંગણું 9:30 થી 10:00
યજ્ઞા અગ્નિ સ્થાપના અને યજ્ઞ આહુતિ 10 :30 થી 11 :00
ધ્વજારોહણ 11 :30
મંચ પર મંત્રપાઠઅને મહેમાનોનું અભિવાદન 11:30 થી 12:00
મહર્ષિ દયાનંદ સ્મરણ પ્રવચન —–
ઉદ્ઘાટન સત્ર(મુખ્ય અતિથી આચાર્ય દેવ વ્રતની ઉપસ્થિતિ 12:00થી 2 :00
સાંસ્કૃતિક કાર્યક્રમ 2:00થી 2 :30
મહર્ષિ દયાનંદ સ્મરણ સત્ર 2:45થી 4 :30
સંગીત 4:30થી 5:00
આર્યવીર દલ વ્યાયામ અમે શોર્ય પ્રદર્શન 4:00 થી 5 :00
માતૃ શક્તિ સ્મરણ 5:00થી 7:00
સાંસ્કૃતિક કાર્યક્રમ (સાંસ્કૃતિક મંચ ) 6 :30થી 7:30
ભજન સંધ્યા અને કવિ 8:30થી 10:30

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW