HomeGujaratમોરબીના લક્ષ્મીનગરની સીમમાં નીલગાયનો શિકાર કરતી ગેંગ ઝડપાઈ, બંધુક, બે કાર,બાઈક સહિતનો...

મોરબીના લક્ષ્મીનગરની સીમમાં નીલગાયનો શિકાર કરતી ગેંગ ઝડપાઈ, બંધુક, બે કાર,બાઈક સહિતનો મુદ્દામાલ જપ્ત

મોરબીના લક્ષ્મીનગર ગામની સીમ વિસ્તારમાં નીલ ગાય તરીકે જાણીતા રોઝડાનો ગેર કાયદે શિકાર કરી તેની મિજબાની માણવામાં આવતી હોવાની વન વિભાગની ટીમને બાતમી મળી હતી અને તેના આધારે વન વિભાગે તપાસ કરી હતી અને 7 શખ્સોને ઝડપી લીધા હતા અને તેમના વિરુદ્ધ વન અધિનિયમ અંતર્ગત ગુન્હો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
મોરબીના રેંજ ફોરેસ્ટ વિભાગની ટીમના અધિકારીઓને બાતમી મળી હતી કે લક્ષ્મીનગર ગમની હદમાં એક શિકારી ટોળકી આવી હોય અને રાત્રીના ફાયરીંગના અઅવાજ સંભળાતા હોય છે બાતમી આધારે ફોરેસ્ટની ટીમ દ્વારા વોચ ગોઠવી હતી તેમજ અલગ અલગ વિસ્તારમાં ગુપ્ત રીતે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું આ ઓપરેશન દરમ્યાન 7 જેટલા શંકાસ્પદ શખ્સ મળી આવતા ફોરેસ્ટ વિભાગે તે,મની તલાસી લેતા તેઓએ નીલગાયનો શિકાર કર્યો હોવાનું અને તેને રાંધી મિજબાની માણી હોવાની કબુલાત આપતા ફોરેસ્ટ ટીમે તમામ આરોપીઓની પૂછ પરછ કરતા રમજાન સમતાણી સિરાજ સમતાણીમ મનસુર સમતાણી, ઈબ્રાહીમ કટીયા આશિક માણેક,અબ્બાસ માણેક ઈશાક કટીયા જણાવતા તમામની અટકાયત કરી હતી વન વિભાગે આરોપીઓ પાસેથી એક બંધુક,ઈનોવા કાર,બે બાઈક બોલેરો સહીતનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો તેમજ આરોપીઓ પાસેથી રૂ 7 લાખ જેટલો દંડ ફટકારવામાં આવ્યો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW