રાજ્ય સરકારના નાણા મંત્રી દ્વારા 2022 નું બજેટ કર્યું ત્યારે નવા બનેલા ત્રણ જિલ્લામાં અનુસુચિત જ્ઞાતિના પરિવારને તેમના શૈક્ષણિક સમારોહ,સામાજિક મેળાવડા કે સામાજિક કામગીરી એક સ્થળે યોજી શકે તે માટે ડો આંબેડકર ભવન સ્થાપવાની જાહેરાત કરી હતી આ જાહેરાતમાં મોરબી જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો સરકાર દ્વારા ફેબ્રુઆરી મહિનામાં બજેટ રજુ કર્યું ત્યારે જાહેરાત કરી હતી હવે આ જાહેરાતને 11 મહિના કરતા પણ વધુ સમય પૂર્ણ થયો છે પરંતુ મોરબી જિલ્લામાં હજુ સુધી આ આંબેડકર ભવનની એક ઈંટ પણ મુકાઈ નથી અને તેની પાછળ રાજ્ય સરકારના અલગ અલગ વિભાગ વચ્ચે સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે. મોરબી જિલ્લા કલેકટર દ્વારા માંગણીને ધ્યાને લઇ મોરબી-હળવદ રોડ પર મહેન્દ્રનગર ગામની હદમાં 2000 ચોરસ મીટર જગ્યા પણ ફાળવી દેવામાં આવી હોંવાં છતાં આજ દિન સુધી ત્યાં કોઈ કામગીરી જ શરુ થઇ શકી નથી
રાજ્ય સરકારના અલગ અલગ વિભાગ વચ્ચે સંકલનનો અભાવ અને સરકારના અલગ અલગ વિભાગના કારણે કામગીરી ટલ્લે ચઢી છે રાજ્ય સરકાર દ્વારા આ આંબેડકર ભવન બનાવવાંની જવાબદારી માર્ગ મકાન વિભાગને સોપી હતી પરંતુ માર્ગ મકાન વિભાગ દ્વારા આંબેડકર ભવનના નિર્માણ માટે એસ્ટીમેટ તૈયાર કરી અંદાજીત ૩.85 કરોડ જેટલા રકમ મૂકી હતી જોકે રાજ્ય સરકાર દ્વારા માત્ર 1.51 કરોડ જેટલી જ રકમને જ વહીવટી મંજુરી આપતા કામગીરી આગળ વધી શકી ન હતી
(બોક્સ) ભવન માટે ફાળવેલ રકમ અપૂરતી હતી જેથી રીવાઈઝ બજેટ કરવા અંગેની પ્રકિયા માટે સમાજ કલ્યાણ વિભાગને મોકલી છે
રાજ્ય સરકાર દ્વારા આંબેડકર ભવન માટે અંદાજીત રૂ. 3.53 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે જોકે હાલ જે રકમ ફાળવણી કરવામાં આવી હતી તે એસ્ટીમેટ કરતા ઓછી હતી જેના કારણે આ રીવાઈઝ બજેટ માટે માટેની વહીવટી મંજુરી માટે સમાજ કલ્યાણ વિભાગને ફાઈલ મોકલવામાં આવી છે જ્યાં મંજુરી મળે આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ માર્ગ મકાન વિભાગના ઇન્ચાર્જ કાર્યપાલક ઈજનેર હિતેશભાઈ આદ્રોજાએ જણાવ્યું હતું
(બોક્સ) આર એન્ડ બી વિભાગ દ્વારા વહીવટી મંજુરી બાબતે ક્વેરી આવી હતી જેનો પત્ર વ્યવહાર ચાલુ છે
મોરબીના મહેન્દ્રનગર ખાતે જમીન ફાળવણી કરાઈ છે અને તેના નિર્માણ માટે જવાબદારી માર્ગ મકાન વિભાગને સોપી હતી જોકે સરકાર દ્વારા જે રકમની વહીવટી મંજુરી આપી હતી તે ઓછી હોવાથી તે અંગે સુધાર કરવા પત્ર વ્યવહાર ચાલી રહ્યો છે આ પ્રકિયા પૂર્ણ થયા બાદ ટેન્ડર પ્રકિયા પૂર્ણ કરી કામગીરી આગળ વધારવામાં આવશે તેમજ ડી એમ સાવરીયા નાયબ નિયામક અનુ જાતિ કલ્યાણ વિભાગે જણાવ્યું હતું

