મોરબી શહેરમાં રહેતા એક પરિવારની 17 વર્ષની સગીરાનું 44 વર્ષનો શખ્સ લગ્નની લાલચ અપહરણ કરી લઇ ગયો હતો બાદમાં તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જે અંગેની ફરિયાદ સગીરાના પરિવાર જનોએ એ ડીવીઝન પોલીસ મથકમાં કરી હતી જે ફરિયાદ આધારે પોલીસે રમેશ ઉર્ફે રાજેશ ઉર્ફે મુનો ઉર્ફે સિન્ધુ નાનજીભાઈ ચાવડા નામના શખ્સની ધરપકડ કરી જેલ હવાલે કરાયો હતો જે બાદ કેસ સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં જતો રહ્યો હતો જ્યાં સરકારી વકીલ સંજયભાઈ દવે નીરજ દવે દ્વારા કેસ ફરિયાદી તરફથી લડવામાં આવ્યા હતા અને આ કેસના આરોપી રમેશ ઉર્ફે રાજેશ વિરુદ્ધ 13 મૌખિક અને 34 દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા સામે પક્ષે આરોપી પક્ષ તરફથી દલીલો કરવામાં આવી હતી બન્ને પક્ષની દલીલો આધારે અને પુરાવાના આધારે સ્પેશ્યલ પોક્સો કોર્ટના જજ દિલીપ પી મહીડા દ્વારા આરોપી રમેશ ને ગુનેગાર ઠેરવ્યો હતો અને આ આઈપીસી કલમ 376 તેમજ પોક્સો એક્ટ ની અલગ અલગ કલમ હેઠળ `12 વર્ષની કેદ 22 હજારનો દંડ ફટકાર્યો હતો આ ઉપરાંત ભોગ બનનાર સગીરાના 2,62,500 તેમજ આરોપીને ફટકારેલી દંડની રકમ સહીત કુલ 2,84 ,500 જેટલી રકમ ચુકવવા આદેશ કર્યો હતો

