HomeGujaratઆયુર્વેદ પર 18 ગ્રંથ લખનાર ટંકારાના મુનિ દયાળને આયુર્વેદિક ઉપચાર માટે...

આયુર્વેદ પર 18 ગ્રંથ લખનાર ટંકારાના મુનિ દયાળને આયુર્વેદિક ઉપચાર માટે પદ્મશ્રી એનાયત

26 મી જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ કેન્દ્ર સરકાર દ્વારા દેશના ત્રણ સર્વોચ્ચ સન્માન મેળવનાર કર્મવીરોના નામની યાદી જાહેર કરવામાં આવી છે જેમાં ગુજરાતમાંથી માત્ર એક વ્યક્તિનું નામ જાહેર થયું છે સમગ્ર મોરબી જિલ્લા માટે ગૌરવ સમાન વાત કહી શકાય તેમ આ વખતના પદ્મશ્રી એવોર્ડ માટે ટંકારામાં આયુર્વેદિક ક્ષેત્રમાં એક અલગ ઓળખ ઉભી કરનારા મૂની દયાળજી ની પસંદગી થઇ છે

મૂની દયાળજી તરીકે જાણીતા દયાળજી માવજીભાઈ પરમારનો જન્મ દરજી કામ કરતા માવજીભાઈ પરમારના ઘરે મોંઘીબેનના કુખે તા. 18 ડીસેમ્બર 1934ના રોજ નાનકડા એવા ગામ ટંકારામાં થયો હતો.નાનાપણથી વાંચનનો શોખ ધરાવતા હોય પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં તેમના વાંચનના શોખે દરજી કામ કરતા કરતા સંસ્કૃત વિષયમાં પારંગત થયા અને મેટ્રિક સમક્ષ ગણવામાં આવતી પરીક્ષા પાસ કરી ટંકારા આયુર્વેદીક કોલેજમાં દાખલ થયા હતા પરિવારની જવાબદારી અને આર્થીક સ્થિતિને કારણે હાઈ સ્કુલમાં શિક્ષક તરીકે જોડાયા હતા સવારે બાળકોને અભ્યાસ કરાવે બપોરે કપડા સીવે અને રાત્રે આયુર્વેદ વિશે ભણે આ બધું પત્યા પછી અધ્યયન કરે બાદમાં તેઓ જામનગરની આયુર્વેદિક કોલેજમાં અભ્યાસ પૂર્ણ કરી ત્યાં નોકરી પર જોડાયા હતા અને મેડીસીન વિભાગના વડા તરીકે પણ ફરજ બજાવી હતી

અને આર્ય સમાજ વિચાર ધારા સાથે જોડાયેલા 90 વર્ષીય દયાળજી પરમારે વૈદિક સંસ્કૃતિના પ્રચાર પ્રસાર અર્થે પોતાનું સમગ્ર જીવન અર્પી દીધું હતું તેઓને લોકો મૂનિ દયાળ નામથી પણ ઓળખે છે. મૂની દયાળજી આજે પણ સવારે યજ્ઞ કર્યા બાદ જ દૂધનો નિત્યક્રમ જાળવે છે તેઓએ ચારેય વેદનું ગુજરાતીમાં ભાષાંતર કરનાર, તેમણે ઋગ્વેદ સામવેદ યુજુર્વેદના 20 416 શ્લોકનું ગુજરાતીમાં ભાષાંતર કર્યું હતું તેમજ આયુર્વેદ પર 18 જેટલા ગ્રંથ લખ્યા છે

આયુર્વેદની સાથે તેમણે વેદનો અભ્યાસ કરવાનું પણ મન થતા તેઓએ ચરકસંહિતા,સુશ્રુતસંહિતા માધવનિદાન સહીતના ગ્રંથના અધ્યયન કરી આયુર્વેદ લગતા 18 ગ્રંથ લખ્યા હતા તેમની નોકરી પૂર્ણ થયા બાદ પણ કોલેજ તેની નોકરીનો સમય આગળ વધારવા માંગતા હોવાં છતાં તેમની જન્મભૂમીની સેવા કરવાના નિશ્ચય સાથે ફરી ટંકારા આવી ગયા હતા તેમના વતન માં એક પણ રૂપિયો લીધા વિના દર્દીઓનો આયુર્વેદિક ઉપચાર કરતા રહ્યા તેમની સમાજ સેવા પ્રત્યેની નિષ્ઠા તેના પરથી જાણી શકાય કે જયારે તેમના સંસોધન અને પુસ્તકો માટે ગુજરાત સંસ્કૃત અકાદમી દ્વારા રૂ 1 લાખ નો પારિતોષિક આપવામાં આવ્યો ત્યારે તેઓએ બીજા 2 લાખ ઉમેરી આ રકમ આયુર્વેદિક કોલેજમાં દાન કરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW