હળવદ પંથકમાં રહેતી એક માનસિક અસ્થિર યુવતીનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચરવા અંગેની તેમજ તેનો વિડીયો બનાવી વાયરલ કરવાની ઘટના અંગેની હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોધાઇ હતી આ કેસમાં પોલીસે મહેન્દ્ર ઉર્ફે કાળિયો ગંગારામ રાઠોડ અને હરેશ ઉર્ફે હરી નવઘણ જાદવ નામના બે શખ્સ સામે આઈપીસી 376 એલ તેમજ આઈટી એક્ટ 166 ઈ મુજબ ગુન્હો નોધી બન્ને આરોપીની ધરપકડ કરી હતી આ કેસમાં પોલીસે બન્ને જેલ હવાલે કર્યા હતા જે બાદ પોલીસે ચાર્જ સીટ ફાઈલ કરતા કેસ એડીશનલ જજની કોર્ટમાં ચાલ્યો હતો જ્યાં સરકારી વકીલ નીરજ કારિયા દ્વારા ભોગ બનનારા તરફથી કેસ લડી આરોપીઓ તરફી દલીલો અને પુરાવા રજુ કર્યા હતા જેમાં આરોપી સામે 43 દ્સ્તાવેજ તેમજ 19 મૌખિક પુરાવા રજુ કર્યા હતા અને તેના આધારે પોલીસે કોર્ટે આરોપી મહેન્દ્ર ઉર્ફે કાળિયો ગંગારામ રાઠોડને દુષ્કર્મ ગુનામાં ગુનેગાર ઠેરવી 10 વર્ષની કેદ તેમજ 10 હજારનો દંડ ફટકાર્યો હતો જયારે આરોપીઓ સામે લાગેલી આઈ ટી એક્ટ ની કલમ 166 ઈ ના ગુનામાં મહેન્દ્ર ઉર્ફે કાળિયો ગંગારામ રાઠોડ અને હરેશ ઉર્ફે હરી નવઘણ જાદવ ને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા આ ઉપરાંત ભોગ બનનારને 2 લાખ 50 હજાર નું વળતર ચુકવવા આદેશ કરવામાં આવ્યો છે આ ઉપરાંત 10 હજાર દંડ ની રકમ જો આરોપી ભરપાઈ કરે તો તે ની ચુકવણી કરવા પણ જજ દિલીપ પી મહીડા દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો.

