26 -12 2019ના રોજ મોરબીની સિરામિક ફેકટરીમાં શ્રમિક પરિવારની સાત વર્ષની દીકરીને તે પાસેના ક્વાર્ટરમાં રહેતો મોહરસિંગ ઉર્ફે મામુ જમુનાપ્રસાદ નામના શખ્સ રમાડવાના બહાને પહેલા તેના પિતા પાસેથી લઇ ગયો હતો બાદમાં બાળકોને લાલચ આપી તેની ઓરડીમાં લઇ ગયો હતો અને બાળકીને બચકું ભર્યું હતું તેમજ બાળકીના કપડા ઉતારી લીધા હતા અને બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું ઘટના બાદ બાળકીએ બુમાબુમ કરતા આરોપી ત્યાં મુકીને ફરાર થઇ ગયો હતો ઘટના અંગે બાળકીના પરિવારને જાણ થતા તેઓએ આરોપી માંમુસિંગ સામે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી જેના આધારે તાલુકા પોલીસે આરોપીઓ વિરુદ્ધ આઈપીસી 324 ,376 (2 )આઈ, પોક્સો એક્ટ સહિતની અલગ અલગ કલમ હેઠળ ગુન્હો નોદ્યો હતો અને આરોપી માંમુસિંગની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો
આ કેસમાં પોલીસે ચાર્જ સીટ ફાઈલ કરતા સમગ્ર કેસ વિરુધ્દ સ્પેશ્યલ પોક્સો એક્ટ કોર્ટમાં હિયરીંગ હાથ ધરાયું હતું સરકારી વકીલ નિરજ કારીયા દ્વારા ફરીયાદી તરફથી કેસ લડી આરોપી વિરુદ્ધ 16 મૌખીક્ પુરાવા તેમજ 27 દસ્તાવેજ પુરાવા રજુ કર્યા હતા તેમજ આરોપીની ભૂમિકા અંગે ધારદાર દલીલો કરતા જજ દિલીપ જે મહીડા દ્વારા સુનવણી હાથ ધરવામાં આવી હતી અને આઈપીસી કલમ 324 મુજબ ૩ વર્ષની કેદ અને 5000 નો દંડ ફટકાર્યો હતો તો આઇપીસી કલમ 376 (2) આઈ હેઠળ 20 વર્ષની કેદ અને 20 હજારનો દંડ ફટકાર્યો હતો કોર્ટ દ્વારા ભોગ બનનારા પરિવારને 4 લાખનું વળતર તેમજ ૨૫ હજારનો દંડ એમ કુલ 4.25 લાખ રકમ પરિવારનેચુકવવા આદેશ કર્યો હતો

