17 મી લોકસભાની મુદત 2024માં પૂર્ણ થવાને હવે ગણતરીના મહિના બાકી છે આગામી 18મી લોકસભાની ચૂંટણીની રાહ જોવાઈ રહી છે ફરી એકવાર દેશમાં નવી સરકારની રચના માટે મતદાન યોજાશે જેને લઇ કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા છેલ્લા કેટલાય સમયથી તૈયારી કરી રહ્યું છે દેશભરમાં લોકસભા ચૂંટણીને લઇ તમામ તૈયારી કરાવવામાં રહી છે દેશમાં તમામ જિલ્લાઓમાં મતદાર યાદી સુધારણાથી લઇ ઈવીએમ વિવીપેટના ચેકિંગ સહિતની કામગીરી ચાલી રહી છે જેમ જેમ 2024ના મહિનાઓ આગળ વધી રહ્યા છે તેમ તેમ ઈલેકશન કમીશન દ્વારા તૈયારી તેજ કરવામાં આવી રહી છે કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા એપ્રિલ મહિનાના મધ્યમાં ચૂંટણી યોજવાનું આયોજન કરી રહ્યો તેવા સંકેત હાલ જણાઈ રહ્યા છે અને તેને લઇ વિવિધ રાજ્યો અને જિલ્લા ક્લેકટરો ને વહેલી તકે પ્રી ઈલેકશન કામગીરી આપવામાં આવેલી મુદત પહેલા પૂર્ણ કરવા સુચના આપવામાં આવી છે

