HomeGujaratનવજીવન નગરના ગેટ સામે ખુલ્લી ભૂગર્ભ ગટર જોખમી,4 મહિના પહેલા જિ.પંચાયત સુધી...

નવજીવન નગરના ગેટ સામે ખુલ્લી ભૂગર્ભ ગટર જોખમી,4 મહિના પહેલા જિ.પંચાયત સુધી રજૂઆત છતાં કાર્યવાહી નહી

મોરબી તાલુકાના ખેવારીયા ગ્રામ પંચાયત અંતર્ગત આવતા નવજીવન નગર વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કામગીરી કરવામાં આવ્યા બાદ ગામના ગેટ પાસે ગટરની કુંડી ખુલ્લી મૂકી દેવાઈ હતી જે બાદ ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયત માં રજૂઆત કરી હતી પરંતુ ગામના સરપંચ તેમજ તલાટી મંત્રી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તલાટી મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી અને જોખમી ગટર ફરતે આરસીસી કામ કરી બંધ કરવા અંગે કાર્યવાહી કરી આ અંગેનો જવાબ ગ્રામ પંચાયત સદસ્ય સધરાખીયા ઇલાબેન નરેશભાઈ,તેમજ ઉભડીયા નારણભાઈને આપવા રજૂઆત કરી હતી તેમ છતાં ગ્રામ પંચાયત દ્વારા કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી તેમજ કોઈ તલાટી મંત્રીને રજૂઆત કરવા છતાં તેના દ્વારા ઉદ્ધત વર્તન કરવામાં આવતા ગ્રામ જનો દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને પણ ગત 19 સપ્ટેમ્બર 2023ના રોજ લેખિત રજૂઆત કરી હતી જોકે તે રજૂઆતને 4 મહિના કરતા પણ વધુ સમય થવા છતાં કોઈ ઉકેલ આવ્યો ન હતો

હાલ જે સ્થળે ભૂગર્ભ ગટર ખુલ્લી હોય ત્યાં પાસે જ સ્કુલ આવેલ હોય અને બાળકો ત્યાં રમતા હોય જેથી બાળકો અંદર પડી જાય તો તેમના પર જીવનું જોખમ છે જેથી ગ્રામ પંચાયત તાત્કાલિક આ ગટર બંધ કરે તેવી રજૂઆત કરી છે

ગ્રામજનોએ જણાવ્યું હતું કે ગામના સરપંચ પણ ગામમાં રહેતા ન હોય જેના કારણે ગ્રામજનોને કામગીરી હોય તો રૂબરૂ મળતા ન હોય જેના કારણે ગ્રામજનોને કામગીરી માટે હાલાકી પડતી હોય જેથી હયાત સરપંચને પદ પરથી બરખાસ્ત કરી ગામમાં રહેતા વ્યક્તિને સરપંચ બનાવવા માંગણી કરી છે,

જોકે મુદે જિલ્લા વિકાસ અધિકારી ડી ડી જાડેજાએ જણાવ્યું હતું કે રજૂઆત મુદે હાલ મારા ધ્યાનમાં નથી તપાસ કર્યા બાદ ક્યારે રજૂઆત મળી અને તેમાં શું સ્થિતિ છે તે જાણી શકાશે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW