મોરબી શહેરના સામા કાંઠા વિસ્તારમાં આવેલા ઉમા ટાઉનશીપમાં રહેતા નીલેશભાઈ આદ્રોજા નામના યુવાનના પત્ની લતાબેન આદ્રોજાએ કોઈ કારણસર ઘરમાં ઝેરી દવાના ટીકડા ખાઈ લેતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે તેમની સારવાર કારગત ન નીવડતા તેમનું મોત નીપજ્યું હતું બનાવ અંગે બી ડીવીઝન પોલીસે નોધ કરી મહિલાએ ક્યાંકારણોસર દવા પી હતી તે અંગે તપાસ હાથ ધરી છે તો બીજા એક બનાવમાં મોરબીના સોખડા ગામ પાસે આવેલીઓવેલ્સ સિરામિક નામની ફેકટરીમાં મજુરી કામ કરતા અને લેબર ક્વાર્ટરમાં રહેતા શ્રીકાંત કૈલાશ જાદવ નામના યુવાને તેમના લેબર ક્વાર્ટરમાં ફાંસો લગાવી આપઘાત કર્યો હતો બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે આપઘાત અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે

