HomeGujaratમોરબીના મોડપર ગામે પુનવર્સનના 14 મકાનોની સનદ હજુ અધરતાલ,આરોગ્ય કેન્દ્ર ખખડી ગયેલું

મોરબીના મોડપર ગામે પુનવર્સનના 14 મકાનોની સનદ હજુ અધરતાલ,આરોગ્ય કેન્દ્ર ખખડી ગયેલું

મોરબી : મોરબીએ છેલ્લા બે દાયકામાં ઉતરોતર હરણફાળ ભરી હોય અને સાથેસાથે ગામડાઓની પણ ડેવલોપમેન્ટને કારણે કાયાપલટ થઈ ગઈ છે. જેમાનું એક મોરબીનું મોડપર ગામ હજુ ખેતી ઉપર જ નિર્ભર હોવાથી ગામલોકો સુખી સંપન્ન છે. આ ગામમાં મોટાભાગના મકાનો જે અગાઉ ગારા ચણતર અને પથ્થરોના હતા. એમાંથી ખૂબ જ વિકાસ પામીને શહેરોમાં હોય એવા આલીશાન બાંગ્લાઓ બની ગયા છે. જો કે આ ગામને હાલ મકાનોની સનદ હજુ સુધી ન મળવી તેમજ જૂનું દવાખાનું ખખડી ગયાનો પ્રશ્ન સતાવે છે.

મોરબીનું મોડપર ગામે આવેલું પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું બિલ્ડીંગ ખખડી ગયું છે. આ દવાખાનું જૂનું હોય બાંધકામ જોખમી હોવાથી કોઈ દુર્ઘટના ન બને તે માટે ગ્રામ પંચાયતે ગામમાં નવું સરકારી દવાખાનું બનાવે એવી સરકારમાં દરખાસ્ત કરી છે. જ્યારે પ્રમુખ સ્વામીની સંસ્થાએ અગાઉ પુનવર્સનમાં અનેક નવા મકાનો બનાવ્યા હતા. પણ એમાંથી 14 મકાનોની સનદ હજુ લટકેલી છે. આ સનદ માટે તમામ દસ્તાવેજીની પ્રક્રિયા મુખ્યમંત્રી સુધી પુરી થઈ ગઈ છે. પણ એ મકાનો બનાવનાર સંસ્થા અમારે કઈ લેવા દેવા નથી એવો લેખિત બાંહેધરીનો કાગળ આપે તો જ આ સનદ મળે એમ છે. જ્યારે આ ગામ આશરે 100 વર્ષ જૂનું હોય પણ હવે જુનામાંથી ડેવલપ થઈને તદ્દન નવું ગામ બની ગયું છે. ગામની વસ્તી 1800ની આસપાસ હોય મોટાભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા અને આમ તો ગામનું શિક્ષણ સારું છે. કોઈ અભણ નથી. મોટાભાગના 10 ધોરણ સુધી ભણેલા છે. ગામના બધા બાળકો સ્કૂલમાં ભણે છે. આ ઉપરાંત લાઈટ, સફાઈ, રસ્તા, ઘરેઘરે શૌચાલય સહિતની મૂળભૂત સુવિધાઓ હોવાથી ગામલોકોને કોઈ વાતનું દુઃખ નથી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW