HomeGujaratરામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્વ સંધ્યાએ નેહરુ ગેટ ચોકે એક...

રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્વ સંધ્યાએ નેહરુ ગેટ ચોકે એક શામ રામ કે નામ ઉત્સવ ઉજવાશે

તમામ હિંદુઓની આસ્થાના ધામ એવા અયોધ્યા ખાતે રામ મંદીરનું પુનઃનિમાઁણ થયું છે અને આગામી 22 ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભગવાન રામચંદ્ર મંદીર મા બીરાજમાન થવાના છે આ શુભ દીવસ ની પુવઁ સંધ્યા એ આ ક્ષણ ની ખુશી વ્યક્ત કરવા અને રામચંદ્ર ભગવાન મા ભક્તિમય થઈ અને સમગ્ર મોરબી વાસીઓ આ આનંદોત્સવ માં સહભાગી થાય તે માટે તા.૨૧/૧/૨૦૨૪ રવિવાર ના રોજ સાંજે ૮ઃ૩૦ વાગ્યે મોરબી મધ્યે “નગર દરવાજે” “એક શામ રામ કે નામ” લાઈવ ઓરકેસ્ટ્રા સાથે સંગીત સંધ્યા કાયઁક્રમનું આયોજન માટે સનાતન હીન્દુ સમાજ દ્રારા આયોજીત “એક શામ રામ કે નામ” સંગીત સંધ્યા(લાઈવ ઓરકેસ્ટ્રા) કાયઁક્ર્મ અંગે તા.૧૯ ના રોજ રાત્રે ૯ઃ૦૦ વાગ્યે લોહાણા વિધાથીઁ ભવન ખાતે અગત્યની મીટીંગ રાખેલ છે.આ કાયઁક્રમ સમગ્ર હીન્દુ સમાજ નો હોય તમામ પત્રકાર મિત્રો, દરેક સમાજ ના પ્રમુખ અને આગેવાનો, ઘામિઁક સંગઠનો,વેપારી એસોશીએશન,ધામિઁક સંસ્થાઓ,સેવાકીય સંસ્થાના સંચાલકો,વિવિધ જ્ઞાતિ ઓ ના ચાલતા સેવાકીય મંડળ(યુવક મંડળ) , ગણેશ ઉત્સવ સમિતિ તથા આયોજકો, ગરબી મંડળ ના આયોજકો , મોરબી શહેર તથા નજીક ના વિસ્તારો માં આવતા મંદીરો ના પુજારી તથા ટ્રસ્ટી ઓ ,ધુનમંડળ ના સભ્યો સાથે મોરબી મા વસતા સમગ્ર સનાતની હિન્દુ ઓ ને આ મીટીંગ મા પધારવા આમંત્રણ પાઠવાયુ .

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW