HomeGujaratમોરબીમાં બાળકનો મૃતદેહ મળવાની ઘટનામાં બીજા દિવસે માથું મળી આવ્યું

મોરબીમાં બાળકનો મૃતદેહ મળવાની ઘટનામાં બીજા દિવસે માથું મળી આવ્યું

મોરબી વાંકાનેર રેલ્વે લાઈન પર નઝરબાગ રેલ્વે સ્ટેશન થી રફાળેશ્વર તરફ જતા ટ્રેકની બાજુમાંથી 2થી 3 વર્ષની અંદાજીત ઉમર ધરાવતા બાળકના કમરથી નીચેનો ભાગ મળી આવ્યો હતો જે બાદ પોલીસે તેનો કબજો મેળવી તપાસ હાથ ધરતા સાંજના સમયે તેનો એક હાથ તેમજ તેણે પહેરેલ લીલા રંગનો આખી બાયનું સફેદ ડીઝાઇનનું શર્ટ, લીલા લાલ ક્રીમ પટ્ટા વાળું ઉનનું સ્વેટર તેમજ બ્લુ કલરનું જીન્સ પેન્ટ મળી આવ્યું હતું જે બાદ પોલીસે તમામ કપડા કબજે કરી તેની મદદથી બાળકની ઓળખ મેળવવા પ્રયાસ કર્યા હતા તો આજે સવારે મૃતદેહ મળ્યો હતો તે જગ્યાથી થોડે દુર બાળકનું માથું મળી આવ્યું હતું પોલીસે તેનો ક્બ્જો લઇ ફોરેન્સિક તપાસ અર્થે મોકલવા તજવીજ હાથ ધરી હતી

મોરબી આસપાસના પોલીસ મથક તેમજ રેલ્વે સ્ટેશનમાં બાળક ગુમ થવા અંગે કોઈ ફરિયાદ નોધાઇ ન હોય જેના કારણે આ બાળકના વાલી વારસની શોધખોળ કરવામાં આવી છે બીજી તરફ બાળકના મોત અંગેનું કારણ હજુ સુધી સામે નથી આવ્યું ફોરેન્સિક તપાસ બાદ પોલીસને કોઈ પ્રથમિક પુરાવા મળે એવી શક્યતા સેવાઈ રહી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW