મોરબી તાલુકાના મચ્છુ નદીના પટ્ટ માથી ગ્રામ્ય વિસ્તારોમાં મોટા પાયે રેતી ચોરીનું કારસ્તાન ચાલી રહ્યું હોવાની આસપાસના ગ્રામ જનો દ્વારા અવાર નવાર ફરિયાદ કરવામાં આવતી હોય છે તંત્ર દ્વારા ક્યારેક એક્શન લેવામાં આવે એટલે થોડા દિવસો સુધી ચોરી બંધ થઈ જતી હોય છે ત્યારે મોરબી તાલુકાના ગોર ખીજડીયા,માનસર સોખડા સહિતના ગામની હદમાંથી મોટા પાયે રેતી ચોરની ફરિયાદ ઉઠતા મોરબી ખાણ ખનીજ વિભાગની ટીમ ત્રાટકી હતી અને ખનીજ ચોરી કરતા તત્વો પર તવાઈ બોલાવતા 2 એસ્કેલેટર મશીન,1 લોડર અને6 ડમ્પર સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો અને તાલુકા પોલીસ હવાલે કરાયો હતો

