HomeGujaratમોરબી જિલ્લામાં રખડતા ઢોરની સાથે હવે શ્વાન પણ ત્રાસ, બે મહિનામાં 791...

મોરબી જિલ્લામાં રખડતા ઢોરની સાથે હવે શ્વાન પણ ત્રાસ, બે મહિનામાં 791 લોકોને ભર્યા બચકા 

મોરબી જિલ્લાની 4 નગર પાલિકા વિસ્તારમાં રખડતા ઢોરનો પ્રશ્ન માથાના દુઃખાવા સમાન તો છે એક પણ પાલિકા હજુ સુધી આ સમસ્યાનો ઉકેલ લાવી શકી નથી ત્યાં શહેરી વિસ્તારની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં એક નવી સમસ્યાએ માથું ઉચક્યું છે. શહેર હોય કે ગામ ઠેર ઠેર શેરીઓ ગલીઓમાં રખડતા શ્વાનનો ત્રાસ વધ્યો છે ખાસ કરીને રાત્રે અને વહેલી સવારે શ્વાન દ્વારા બચકા ભરવાની ઘટનામાં મોટા પાયે ઉછાળો આવ્યો છે મોરબી જીલ્લામાં છેલ્લા બે મહિનામાં 791 લોકોને શ્વાને બચકા ભરતા તેમને હોસ્પિટલમાં દાખલ થવાનો વારો આવ્યો છે નવેમ્બર મહિનાની સ્થિતિ ડીસેમ્બરમાં શ્વાન દ્વારા બચકા ભરવાની સંખ્યામાં ઉછાળો આવ્યો જીલ્લામાં નવેમ્બર 378 લોકોને કુતરાએ નિશાન બનાવ્યા હતા તો ડીસેમ્બર મહિનામાં 413 લોકોને શ્વાનની ઝપટમાં ચઢી ગયા હતા મોરબી શહેર અને આસપાસના વિસ્તારમાં આ રખડતા શ્વાન દ્વારા બચકા ભરવાની સંખ્યા વધારો થયો છે. મોરબી જીલ્લાની  ચાર માંથી એક પણ નગરપાલિકા દ્વારા રખડતા શ્વાનને પાંજરે પુરવા કે તેના ખસીકરણની કામગીરી હાથ ધરવામાં ન આવતા શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે પાલિકા દર વખતે ભંડોળનું બહાનું આડે ધરી પોતાની જવાબદારીથી છટકવા હાથ કરી દે છે પરિણામે દિન પ્રતિદિન આ રખડતા શ્વાનનો ત્રાસ વધી રહ્યો છે અને તેનો ભોગ લોકો બને છે.મોરબી જીલ્લામાં છેલ્લા બે મહિનામાં શ્વાન દ્વારા બચકા ભરવાની ઘટના વધી છે નવેમ્બર મહિનામાં કુલ 1560 જેટલા  એન્ટી રેબીસ વાયરસ વેક્સીન ડોઝ દેવાયા હતા જેમાં 527 કેસ એવા હતા જેને પ્રથમ ડોઝ આપ્યો હતો તો ડીસેમ્બર મહિનામાં 1845 ડોઝ દેવાયા હતા જેમાંથી  611 દર્દી એવા હતા જેના શ્વાને બચકા ભરતા પ્રથમ ડોઝ લેવાની જરૂર પડી હતી બે મહિના 149 દર્દીએ એન્ટી રેબીસ સીરમ લગાવી સારવાર આપવામાં આવી હતી 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,700SubscribersSubscribe

TRENDING NOW