મોરબી શહેરમાં રહેતી એક યુવતી ગત તા 1 જાન્યુઆરીની રાતે 8 વાગ્યાની આસપાસ વાવડી રોડ પર આવેલી પાનની દુકાને પાન મસાલા લેવા ગયેલી યુવતી સાથે મોરબીના વાવડી રોડ વિસ્તારમાં રહેતા અને વાવડી રોડ પર પાન મસાલાની દુકાન ચલાવતા ગોપાલભાઇ ભોજાભાઇ મકવાણા નામના શખ્સે વિમલ આપવાના બહાને પોતાની પાસે બોલાવી દુકાન પાસે આવેલી અવાવરું ઓરડીમાં બળજબરી પૂર્વક લઇ ગયો હતો અને યુવતીની મરજી વિરુદ્ધ શારીરિક શોષણ કરી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું ઘટના અંગે યુવતીએ પરિવારને જાણ કરતા યુવતીના ભાઈ દ્વારા એ ડીવીઝન પોલીસ મથકમાં દુકાન ગોપાલભાઇ ભોજાભાઇ મકવાણા વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે આઈપીસી કલમ 376(1 ) મુજબ ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે અને આરોપીની અટકાયત કરી તેના વિરુદ્ધ આરોપીના મેડીકલ તપાસની કાર્યવાહી હાથ ધરી હતી આ અંગે વધુ તપાસ પી એસ આઈ પી આર સોનારા ચલાવી રહ્યા છે

