HomeGujaratમોરબી જિલ્લામાં એક માસમાં શરદી ઉધરસ અને તાવના 621 કેસ

મોરબી જિલ્લામાં એક માસમાં શરદી ઉધરસ અને તાવના 621 કેસ

મોરબી જીલ્લામાં નવા વર્ષની શરુઆતથી ઠંડીનો એક નવો રાઉન્ડ શરુ થયો હોવા છતાં હજુ જીલ્લામાં ઠંડીનું પ્રમાણ ગત વર્ષ કરતા ઓછું જોવા મળી રહ્યું છે ગત વર્ષે જાન્યુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં લઘુતમ તાપમાન 10 ડીગ્રી આસપાસ નોધાયું હતું જોકે આ વર્ષે સીઝનમાં એક પણ દિવસનું તાપમાન 12 ડીગ્રીથી નીચે ગયું નથી બીજી તરફ મહતમ તાપમાન 30 ડીગ્રી ઉપર રહેતા મિશ્ર ઋતુનો અનુભવ થઇ રહ્યો છે આ મિશ્ર ઋતુની અસર લોકોના આરોગ્ય પર પણ પડી રહી છે છેલ્લા દિવસમાં શરદી ઉઘરસના કેસ વધ્યા છે એક ડીસેમ્બર મહિનામાં મોરબી જિલ્લા આરોગ્ય વિભાગના ચોપડે સત્તાવાર રીતે શરદી ઉઘરસ અને તાવના 621 કેસ નોધાયા હતા નવેમ્બર મહિનાની સરખામણીમાં નજીવો ઘટાડો જોવા મળ્યો છે

રાજ્યમાં ચાલુ વર્ષે અલનીનોની અસરને હજુ સુધી કડકડતી ઠંડી પડી નથી સામાન્ય રીતે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં મોરબી જીલ્લામાં લઘુતમ તાપમાનનો પારો 10 ડીગ્રી સેલ્સિયસ સુધી ગગડી જતો હોય છે જોકે ચાલુ વર્ષે સમગ્ર સીઝન દરમિયાન વાતાવરણ 15 થી 16 ડીગ્રી વચ્ચે જ રહ્યું છે. સીઝન દરમિયાન સૌથી નીચું તાપમાન 12 ડિગ્રી નોંધાયું છે તો દિવસ દરમિયાન મહતમ પારો 30 ડીગ્રીથી ઉપર રહેતા મોરબી વાસીઓ ને મિશ્ર ઋતુનો અનુભવ થાય છે મિશ્ર ઋતુના કારણે જિલ્લામાં લોકોના આરોગ્ય પર અસર પડી છે ઠંડી અને ગરમીના કારણે તાવ શરદી તેમજ વાયરલ ફૂલ ના કેસ વધ્યા છે મોરબી જીલ્લામાં છેલ્લા બે મહિનાની સ્થિતિ જોઈએ તો મોરબી જિલ્લાની વિવિધ સિવિલ હોસ્પિટલ અને સીએચસી પીએચસીમાં સતાવાર રીતે શરદી ઉધરસ અને તાવના 12 63 કેસ નોધાયા છે નવેમ્બર મહિનામાં શરદી ઉધરસ અને તાવ 642 કેસ જયારે ડીસેમ્બર મહિનામાં 621 કેસ નોધાયા હતા નવેમ્બર મહિનાની સરખામણીએ ડીસેમ્બરમાં શરદી ઉધરસ અને વાયરલ ફ્લુના કેસમાં નજીવો ઘટાડો જોવા મળ્યો હતો આ શરદી ઉઘરસના કેસમાં સૌથી વધુ પ્રમાણ બાળકોનું જોવા મળ્યું છે બિન સતાવાર રીતે જોઈએ તો મોરબી શહેરની વિવિધ ખાનગી કલીનીકમાં શરદી ઉઘરસના કેસ વધ્યા છે જો આંકડા ગણવામાં આવે તો વાયરલ ફૂલ ના કેસ વધી શકે છે આ ઉપરાંત મેડીકલ સ્ટોરમાં છેલ્લા કેટલાક સમયથી તાવ શરદી ઉધરસની દવાનું વેચાણ વધ્યું છે દિવસે તડકો અને રાત્રે તેમજ સવારે ઠંડી એમ એક દિવસમાં બે ઋતુના કારણે લોકોની રોગ પ્રતિકારક શક્તિ ધીમી પડતા શરદી ઉધરસના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.

મોરબી જિલ્લામાં શરદી ઉઘરસ અને તાવના કેસની સાથે નાના બાળકોમાં ઝાડા ઉલટીનું પ્રમાણ વધ્યું છે છેલ્લા બે મહિનામાં સત્તાવાર રીતે જાડા ઉલટીના 526 કેસ નોધાયા હતા.નવેમ્બર મહિના કરતા ડીસેમ્બરમાં કેસ વધારો જોવા મળ્યો છે.નવેમ્બરમાં 217 કેસ સામે ડીસેમ્બરમાં 299 દર્દી સતાવાર રીતે આરોગ્ય વિભાગના ચોપડે નોધાયા હતા

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW