મોરબી શહેરમાં દિન પ્રતિદિન ગેર કાયદે બાંધકામનું પ્રમાણ વધી રહ્યું છે કેટલાક ભૂમાફિયાઓ દ્વારા રાજકીય પીઠબળ અને તંત્રની મીઠી નજર હેઠળ મજા આવે ત્યાં નિયમ નેવે મૂકી બાંધકામ શરુ કરી દેવામાં આવે છે જેના કારણે આસપાસ વિસ્તારમાં રહેતા લોકોને હાલાકી વેઠવી પડતી હોય છે ખાસ કરીને સરકારી જમીન કે કુદરતી પાણીના નિકાલ વાડી જગ્યા આ ભૂમાફિયા દબાણ કરી તેના પર કોમ્પ્લેક્ષ ઉભા કરી વેચી દેતા હોય છે પરિણામે ચોમાસા વરસાદી પાણી નીકળી શકતું નથી અને તેની ઉપરના વીસ્તારમ જળ બંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ જતી હોય છે અવાર નવાર આ રીતે થતા બાંધકામ પર જાણે તંત્રનો અંકુશ રહ્યો ન હોય તેવી સ્થિતિ બની ગઈ છે

મોરબીના શનાળા નવલખી રોડ પર આવેલા દલવાડી સર્કલ પાસે આવા જ એક ગેર કાયદે બાંધકામ થતા હોવાની ફરિયાદ ઉઠી છે એક સામાજિક કાર્યકરે નગરપાલિકામાં લેખિત અરજી કરી આક્ષેપ કર્યો હતો કે અજાણ્યા શખ્સ દ્વારા દલવાડી સર્કલ પાસે સરકારી જમીન પર બાંધકામ કરી તેના પર દુકાનો ખડકી દેવાનું કારસ્તા ન થતા હોવાનો આક્ષેપ કર્યો છે હાલ જે રીતે અહી કોમ્લેક્ષ બની રહ્યું છે તેના કારણે ભવિષ્યમાં પાર્કિંગની સમસ્યા ઉભી થશે અને ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવો પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જેથી પાલિકા આ બાબતને ગંભીરતાથી લઇ તાત્કાલિક બાંધકામ અટકાવી બાંધકામ કરતા તત્વો સામે એક્શન લેવા રજૂઆત કરી છે

