HomeGujaratમોરબીના લાલપરમાં લોડર રિવર્સ લેતી વખતે ઠોકર વાગતા વૃદ્ધનું મોત

મોરબીના લાલપરમાં લોડર રિવર્સ લેતી વખતે ઠોકર વાગતા વૃદ્ધનું મોત

મોરબીના લાલપર ગામ નજીક આવેલ સનગ્લોસ સીરામીકના માટી ખાતામાં લોડર ચાલકે પાછળ જોયા વગર એકદમ સ્પીડમાં લોડર રિવર્સમાં લેતા પાછળ ઉભેલ સુપરવાઈઝર એવા વૃદ્ધને હડફેટે લઇ લોડરનું તોતિંગ વ્હીલ વૃદ્ધ ઉપર ફેરવી દેતા વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું હતું.

-જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના લાલપર ગામ પાસે આવેલ સનગ્લોસ સીરામીક કારખાનાના માટી ખાતામાં ફરજ બજાવતા પ્રેમજીભાઈ રતુભાઇ ઓગાણજા ઉવ.65 પોતાના વિભાગમાં સુપરવિઝન કરી રહ્યા હતા ત્યારે લોડર નંબર GJ-36-S-1057 વાળાના ચાલકે પોતાના હવાલાવાળુ લોડર પાછળ જોયા વગર એકદમ રિવર્સ લેતા પ્રેમજીભાઈ રતુભાઇ ઓગાણજા જમીન ઉપર પડી ગયા હતા અને તેમની ઉપર લોડરનું તોતિંગ વ્હીલ ફરી વળતા તેઓનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મરણ જનારના પુત્ર દિલીપભાઈ પ્રેમજીભાઈ ઓગાણજાની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે લોડર ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW