મોરબી જિલ્લામાં ચોરી અને ઘરફોડીના બનાવ પર અંકુશ લાવવા સઘન પેટ્રોલિંગ કરવા અને ચોરી ગુન્હા ડિટેકટ કરવા એસપીના આદેશ અને ડીવાયએસપીના માર્ગદર્શનમાં મોરબી તાલુકા પોલીસના પી આઈ કે એ વાળા દ્વારા તાલુકા પોલીસની અલગ અલગ ટીમ બનાવી નાઈટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું દરમિયાન હેડ કોન્સ્ટેબલ હરેશભાઈ લકીરાજ હાઇવે પર લક્ષ્મીનગર પાસે ચેકિંગ હાથ ધર્યું હતું દરમિયાન જીજે 18 બીએચ 4474 નંબરની ટવેરા કાર આવી હતી જેને રોકવા ઈશારો કરતા શંકાસ્પદ રીતે આરોપીઓ કારને ભગાડી હતી જેથી પોલીસની ટીમે તેનો પીછો કરતા લક્ષ્મીનગર તરફ કાર ચલાવી હતી બાદમાં અન્નપુરણા હોટેલ પાસે કાર ઉભી રાખી તેમાં રહેલા 7 જેટલા શખ્સ સીમમાં ભાગવા લાગતા પોલીસે કૈલાસભાઈ પારસીંગ ભુરીયા પ્યારસિંગ ઉર્ફે ભગત રણજીત વસુનીયા તેમજ જયદીપ રણુભાઈ બામનીયા રહે અલીરાજપુર જિલ્લાના મધ્ય પ્રદેશના શખ્સોને ઝડપી લીધા હતા જયારે વિજય રૂપસિંગ ભુરીયા મુકેશ દલસિંગ અમલીયાર પપુ બુલુર આદિવાસી તેમજ ભાયા નકતા આદિવાસી નામના મધ્ય પ્રદેશના અલીરાજ પુરજિલ્લાના 4 શખ્સ ફરાર થઇ ગયા હતા પોલીસે આરોપી પાસેથી લોખંડનું કટર, લોખંડનો સળીયો,બે મોટા ડીસમીસ,નાના ડીસ મિસ માથામાં પહેરવાની ટોર્ચ બત્તી તેમજ સેવરોલેટ કાર સહીત રૂ 1,10,000નો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

