માળિયા મિયાણા પોલીસ ની ટીમના મહેશભાઈ મકવાણા તેની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન કન્ટ્રોલમાંથી કોલ આવ્યો હતો કે માળિયામી શહેરથી કંડલા હાઇવે તરફ જતા રસ્તામાં પસાર થતી મચ્છુ નદીમાંથી ગઈ કાલે 50 વર્ષીય આધેડની લાશ મળી આવી હતી આ કોલ આધારે પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી ગયા હતા અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવાં તજવીજ હાથ ધરી હતી જોકે મરણ જનાર આધેડની ઓળખ થઈ શકી ન હતી જેથી આ અંગે માળિયા મિયાણા પોલીસે એડી નોધ કરી તેની ઓળખ મેળવવા અને તેનું મોત આપઘાત થી થયું કે અકસ્માતે તે અંગે તપાસ હાથ ધરી છે આ અંગે વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ જી પી મારુંણીયા ચલાવી રહ્યા છે.

