થર્ટી ફર્સ્ટ મનાવી શરાબની એસટી બસનો ડ્રાઈવર છોટા ઉદેપુરથી એસટી બસ મોરબી લઇ મોરબી તરફ આવવા નીકળ્યો હતો દરમિયાન ડમ ડમ હાલતમાં બસના ડ્રાઇવરે કરી ડ્રાઇવિંગ સીટ ચલાવતા પોતે બેકાબુ બની ગયો હતો અને આડે ધડ બમ્પ કુદાવી બસ માં બેઠેલા લોકોના જીવ જોખમમાં મૂકી આડેધડ ચલાવી હતી બસને રોડની નીચે ઉતારી દીધી હતી ચાલકની આ હરકતથી મુસાફરોના જીવ જોખમમાં મુકાતા મુસાફરોમાં ડરની સાથે રોષ પણ ફાટી નીકળ્યો હતો. જનતાએ ભાન ભૂલેલા બસ ચાલકને નીચે ઉતારી નશો ઉતાર્યો હતો સાથે જ બસના કંડકટરે હળવદ પોલીસ મથકમાં બસ ચાલક વિરુદ્ધ માનવજિંદગી જોખમમાં મુકવા બદલ ફરિયાદ નોંધાવી હતી.
ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે સવારે સાડા નવ વાગ્યે જીજે-18-ઝેડ-3921 નંબરની એસટી બસ રાબેતા મુજબ છોટાઉદેપુરથી રવાના થઇ હતી અને બારીયા, ગોધરા, અમદાવાદ ધ્રાંગધ્રા સુધી વ્યવસ્થિત ચાલી હતી બાદમાં હળવદ આવ્યા બાદ બસના ચાલકે સુરાપાન કરી થર્ટી ફર્સ્ટની છાનાખૂણે ઉજવણી કરી લેતા હળવદથી માનસર પહોંચતા જ બસના ડ્રાઇવરના પેટમાં શૈતાન જાગૃત થતા જ ડ્રાઇવરે બમ્પ ઠેકડવાનું શરૂ કરી નાગણી માફક આમથી તેમ બસને રોડ નીચે ઉતારી જોખમ સર્જતાં શિરોય પાસે જાગૃત નાગરિકો અને મુસાફરોએ બસના ડ્રાઇવર એવા આરોપી રમેશભાઈ શંકરભાઇ ડામોર ઉ.47ને નીચે ઉતારી મુક્યા હતા અને સંજોગો વસાત એસટીની ચેકીંગ ટીમ પણ બનાવ સ્થળે પહોંચી ગઈ હતી.

