HomeGujaratમોરબીમાં યુવા આગેવાને સતવારા એજ્યુકેશન ટ્રસ્ટની સાધારણ સભાનો સંપૂર્ણ ખર્ચ કરી, 31...

મોરબીમાં યુવા આગેવાને સતવારા એજ્યુકેશન ટ્રસ્ટની સાધારણ સભાનો સંપૂર્ણ ખર્ચ કરી, 31 st ઉજવણી કરી

મોરબી શહેર ભાજપ મહામંત્રી અને સતવારા સમાજના આગેવાન ભાવેશભાઈ કણજારીયા દ્વારા વર્ષના અંતિમ દિવસ એવા થર્ટી ફર્સ્ટની અનોખી ઉજવણી કરી હતી તેઓએ સમસ્ત સતવારા એજ્યુકેશન ટ્રસ્ટની સાધારણ સભા પોતાનાં યજમાન પદે રાખી હતી અને સમાજના ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન લાવવા નવગામ સતવારા સમાજની વાડી ખાતે ભારતીય સંસ્કૃતિનિ ધરોહરથી સમાજમાં શૈક્ષણિક ક્રાંતિના ઉદેશથી ગુજરાતભરના દાનવીર ભામાશાઓને ભેગા કરી પોતાના યજમાન પદે નવા સભ્યોની નોંધણી કરવના અભિયાનનું આયોજન હાથ ધરવામાં આવ્યું.જેમાં સમસ્ત સતવારા એજ્યુકેશન ટ્રસ્ટની વાર્ષિક સાધારણ સભાનું યજમાન પદ આયોજિત કરીને ગુજરાતમાંથી સમસ્ત સતવારા એજ્યુકેશન ટ્રસ્ટના અઢીસોથી ઉપર સભ્યોની હાજરીમાં એક નવાં સોપાનનો ઉમેરો કર્યો હતો .

સમાજને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે પાડતા ભાવેશભાઈ એ જણાવ્યું હતું કે આપણે સૌએ આપણી સંસ્કૃતિ મુજબ જન્મ દિવસ, માતૃ દિવસ, પિતૃ દિવસ, લગ્ન દિવસની ઉજવણીનાં ભાગરૂપે શિક્ષણ ક્ષેત્રે દાન આપીને અનોખી રીતે કરવી જોઈએ એ વાત પર ભાર મુકતા તેઓએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વધુને વધુ સમાજના લોકો સમસ્ત એજ્યુકેશન ટ્રસ્ટના કાયમી સભ્ય તરીકે નોંધાવાની શરૂઆત પોતાનાથી કરી અને ધર્મપત્ની ચંદ્રિકાબેન કંઝરિયા ને પણ આજીવન સભ્ય બનાવી એક ઉમદા ઉદાહરણ પૂરું પાડતા સતવારા સમાજ ના શિક્ષણના સેવા યજ્ઞમાં આહુતિ આપી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW