મોરબીમાં રહેતા રવાપર ચોકડી પાસેની રાણીબા ઇન્ડસ્ટ્રી નામની ઓફિસમાં કામ કરતા યુવકને `15 દિવસના બાકી પગાર મુદે ઓફિસે બોલાવી ઢોર માર મારવાની તેમજ તેની પાસેથી મોબાઈલ અને રોકડ રકમની લૂંટ ચલાવવાની એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાઇ હતી ક આ કેસમાં મુખ્ય આરોપી વિભૂતિ સીતાપરા ઉર્ફે રાણીબા સહીત 6 જેટલા આરોપીઓની અટકાયત થયા બાદ કોર્ટે ઝડપાયેલ આરોપીઓને જેલ હવાલે કર્યા હતા આ આ કેસમાં પોલીસે નાસતા ફરતા વધુ એક આરોપી જેનિથ ઉર્ફે જેનીયો નરેન્દ્રભાઈ ભીમાણીને ઝડપી લીધો હતો અને તેની અટકાયત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

