HomeGujaratમોરબીના ખોખરાધામમાં રું 2.કરોડના ખર્ચે બનેલા વાત્સલ્ય વાટિકા,વાનપ્રસ્થાશ્રમનું શનિવારે ઉદ્ઘાટન

મોરબીના ખોખરાધામમાં રું 2.કરોડના ખર્ચે બનેલા વાત્સલ્ય વાટિકા,વાનપ્રસ્થાશ્રમનું શનિવારે ઉદ્ઘાટન

મોરબી નજીક બેલા ગામ નજીક આવેલા પ્રસિદ્ધ ખોખરા હનુમાન ધામ ખાતે કેશવાનંદ બાપુનું જન્મ ભૂમિ, સીતારામ બાપુની સાધના ભૂમિ તેમજ મહા મંડલેશ્વર કનકેંશ્વરી દેવીની પરમાર્થ ભૂમિમાં  માતા પિતાથી વિખૂટા પડેલા અસહાય બાળકોને આશ્રય  તેમજ ભારતીય સંસ્કૃતિ અનુરૂપ સ્વસ્થ અને સંસ્કાર નું જીવન પ્રાપ્ત થાય તેવા આશય થી સદગુરૂ વાત્સલ્યવાટીકા(શિંશું ગૃહ) તેમજ સમાજમાં કોઈ કારણ સર સંતાનથી વિખૂટા પડેલા વડીલો માત્ર પોસ્ટિક ભોજન અને સન્માન પૂર્વક જીવન આપવા રું ૨ કરોડના ખર્ચે વાન પ્રસ્થાશ્રમનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ બંન્ને ભવન તૈયાર થઈ જતાં આગામી૩૦ ડિસેમ્બરે સવારે ૯, વાગ્યે  શાસ્ત્રોક્ત વિધિ મુજબ વિધિવત રીતે ઉદઘાટન કરવામાં આવશે 

આ કાર્યક્રમમાં મહા મંડલેશ્વર૧૦૦૮ કનેકેશ્વરી દેવીજી, સંત શિરોમણી શાંતેશ્વરાનંદજી મહારાજ, સંત મુક્તાનંદ બાપુ   ઉપરાંત દેશભરમાંથી રાજકીય આગેવાનો પદાધીકારી, અધિકારી, ઉદ્યોગપતિ  તેમજ મોટી સંખ્યામાં ભક્તો હાજર રહેશે  

આવતીકાલે ૨૯ ડિસેમ્બર રાતે ૯:૩૦ કલાકેભજન સંધ્યા નું આયોજન કર્યું છે જેમાં લોક સાહિત્યકાર કિર્તીદાન ગઢવી, ખુશાલીબેન બક્ષી તેમજ સાથી કલાકારો જોડાશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW