HomeGujaratમોરબીમાં કરીયાણાની દુકાનના તાળા તૂટ્યા,3 ગેસ સિલિન્ડર સહિત 12,100નો મુદ્દામાલ ચોરાયો

મોરબીમાં કરીયાણાની દુકાનના તાળા તૂટ્યા,3 ગેસ સિલિન્ડર સહિત 12,100નો મુદ્દામાલ ચોરાયો

મોરબી શહેર અને આસપાસ વિસ્તારમાં ચોરીની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે.અલગ અલગ વિસ્તારમાં તસ્કરો દુકાનમાં ઘરમાં, ફેકટરી, મંદિર સ્મશાન,પાણી પુરવઠાના ગોડાઉન જ્યાંથી જે પણ સમાન હાથમાં લાગે તેની ચોરી કરી ફરાર થઈ જતાં હોય છે તાજેતરમાં લક્ષ્મી નગર નજીક આવેલા ઓમ પાર્કમાં એક સાથે બે મકાનમાં ચોરી કરી તસ્કર ટોળકીએ લાખોની કિંમતના મુદ્દામાલ પર હાથ સાફ કર્યો હતો જોકે આજ દિન સુધી તેમાં પોલીસ ફરિયાદ નોંધાઇ નથી ત્યાં બીજી એક ચોરીની ઘટના રફાળેશ્ર્વર જી.આઇ.ડી.સી.વૈશાલી ઇન્ડસ્ટ્રીઝ સામે પ્લોટ નંબર-૧૩૦ માં આવેલ મારૂતી પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાં બની હતી જેમાં ગત તા 14 ના રોજ અરુણ કુમાર ભાનાજીભાઈ સંઘાણી તેની દુકાન બંધ કરીને ગયા હતા તે દરમિયાન તસ્કર ટોળકી ત્રાટકી હતી અને દુકાનના તાળા તોડી દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાં રાખેલા રું1500ની કિંમતના રીલાયન્સ કંપનીનો ગેસ સીલીન્ડર તેમજ ઇન્ડેન કંપનીના બે ગેસ સીલીન્ડર કીંમત તેમજ દુકાનના ગલ્લામાં રાખેલા રોકડ રૂપીયા 4600મળી કુલ કીંમત રૂપીયા12,100ની કિંમતના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.બનાવ અંગે તાલુકા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW