શિયાળો નજીક આવતાની સાથે વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાના આંટાફેરા વધી જતા હોય છે અને માલઢોરનું મારણ કરતા હોય છે દર શિયાળાની જેમાં ફરી એકવાર દીપડો ગ્રામ્ય વિસ્તારમાં અવર-જવર સામે આવી છે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના મહિકા અને હોલમઢ ગામની સીમમાં વિસ્તાર ગત રાત્રીના દીપડો ત્રાટક્યો હતો અને એક વાછરડાનું મારણ કર્યું હતું. ઘટનાની જાણ થતા વન વિભાગની ટીમ દોડી આવી હતી અને માલધારીને વળતર ચુકવવા અંગેની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પાંજરા મૂકી તેને પકડવા તજવીજ હાથ ધરી હતી
વાંકાનેર પંથકમાં દર વર્ષે શિયાળા આ રીતે દીપડા અને અન્ય નાના મોટા શિકારી વન્ય જીવ આવી જતા હોય છે અને પશુઓનું મારણ કરતા હોય છે ત્યારે આ વર્ષે ફરી એકવાર દીપડાની એન્ટ્રી થતી પશુપાલકો તેમજ ખેતરમાં કામ કરતા મજૂરો અને ખેડૂતોમાં ડર જોવા મળી રહ્યો છે.

