ટંકારા તાલુકાના વીરપર ગામના વતની કાનજીભાઈ ઉઘરેજા નામના પ્રોઢ તેની પત્ની સાથે બાઈકમાં વાડીએ ખડ લેવા જતા હતા તે દરમિયાન તેમની પત્ની શોભનાબેન ઉઘરેજાને છાતીમાં અતિશય દુખાવો થતા તેમજ ચક્કર આવતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડયા હતા જોકે સારવાર મળે તે પહેલા શોભનાબેનનું મોત નીપજ્યું હતું બનાવ અંગે ટંકારા પોલીસે એડી નોધ કરી તપાસ હાથ ધરી છે

