HomeGujaratમોરબીના વિસિપરામાં બાઈક સવાર યુવક પર બે શખ્સે છરી ચલાવી લૂંટી લેવાયો

મોરબીના વિસિપરામાં બાઈક સવાર યુવક પર બે શખ્સે છરી ચલાવી લૂંટી લેવાયો

મોરબી જિલ્લામાં પોલીસની ધાક જાણે ઓસરી ગઈ હોય અને આવરા લુખ્ખા તત્વોને કાયદો વ્યવસ્થાની કે પોલીસની બીક જ ન હોય તેમ મારમારી ધાક ધમકી લૂંટ અને હત્યા ના બનાવ બની રહ્યા છે.લુખ્ખા તત્વો જાહેર રોડ પર વાહન ચાલકોને રોકી ઢોર મારમારી લૂંટી લેવાની ઘટના વધી છે ત્યારે આવી એક ઘટના વિસીપરા વિસ્તારમાં સામે આવી હતી. બનાવની મળતી માહિતી મુજબ 

મોરબી શહેરના વિસિપરા વિસ્તારમાં આવેલા રોહીદાસ પરામાં રહેતા કિશોર મનુભાઈ ચાવડા નામનો ૨૩ વર્ષીય યુવાન તેના મિત્ર ઉમંગભાઈને રેલવે સ્ટેશન ખાડા વિસ્તારમાં મૂકવા ગયો હતો અને ત્યાંથી પરત ફરતી વખતે બે શખ્સે યુવકના બાઈક આડે તેનું બાઈક રાખી તેને રોક્યો હતો અને બન્ને સાઈડ થી ઘેરી લીધો હતો અને છરી બતાવી તેને જીવતું જવું હોય તો પૈસા આપી દે તેમ કહી ધમકાવ્યો હતો અને આલિયા ઉર્ફે ભિમો તેના હાથ અને પગને ભાગે છરી મારી દીધી હતી તેમજ તેના ખિસ્સામાં રહેલી રું૧૨ હજાર જેટલી રકમની લુંટ ચલાવી હતી તેમજ બાઈક પર મોબાઈલમાં નુકસાન પહોંચાડી ફરાર થઈ ગયા હતા.બનાવ બાદ યુવકને ઈજાગ્રસ્ત હાલતમાં મોરબી સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યા તેને વિસિપરા વિસ્તાર માં રહેતા અલ્તાફ ઉર્ફે અલટી અબ્દુલભાઈ જેડા તેમજ અલ્યાસ ઉર્ફે ભીમો હુશેન ભાઈ સુમરા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી પોલીસે બનાવ આધારે બન્ને શખ્સ વિરૂદ્ધ લુંટ મારમારી હથિયાર જાહેરનામા ભંગ ઉપરાંત એટ્રોસિટી એક્ટ ની અલગ અલગ કલમ હેઠળ ગુન્હો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.બનાવ અંગે એસી સી એસટી સેલના ડીવાય એસપી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW