મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલી ફેક્ટરીઓના રહેતા પર પ્રાંતીય મજૂરો તેમજ ગામડાના ગરીબ મજૂર વિસ્તારમા મોટા પાયે દેશી દારૂનું દુષણ ફેલાયું છે મોરબીના બુટલેગર તો દારૂ વેચે છે પરંતુ બીજા જિલ્લામાંથી પણ અહી મોટા પાયે દેશી દારૂની હેરાફેરી થતી હોવાની. ફરિયાદો અવાર નવાર ઉઠતી હોય છે અને આં ફરિયાદ સાચી સાબિત ખુદ પોલીસ જ કરે છે મોરબી જીલ્લામાં અનેક વખત સુરેન્દ્રનગર તેમજ આસપાસના જિલ્લાના બૂટલેગરો દેશી દારૂ વેચવા આવે છે અને અહી રહેલા તેના સાગરીતોને દારૂ પહોચાડે છે અને તેના સાગરીતો બેફામ શ્રમિક વિસ્તારમાં લોકોને દેશી દારૂના રવાડે ચઢવે છે.આવી જ દારૂની હેરાફેરી પકડાઈ છે.મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જાંબુડિયા ગામની હદમાં આવેલા લેટિગ્રેસ સિરામિક આસપાસના વિસ્તારમાંથી પોલીસે ઇકો કારમાં દારૂની હેરાફેરી પકડી પાડી હતી. કારને રોકાવી તેની તલાસી લેતા તેમાંથી ૪૦૦ લીટર દેશી દારૂનો જથ્થો પકડ્યો હતો.જે બાદ પોલીસે કાર અને દારૂ સહિત રું.૨ લાખ ૮ હજાર નો મુદામાલ કબ્જે કર્યો હતો અને કારમાં સવાર સુરેન્દ્ર નગર જિલ્લાના સાયલા તાલુકાના વતની પ્રવીણ દેવાભાઇ ઉઘરેજા અને નવઘણ કરમશી ઊઘરેજા ને ઝડપી લઈ તેના વિરુધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

