HomeGujaratવઘાસિયાથી પકડાયેલા નકલી ટોલનાકા મુદે રીઢા તંત્રમાં અનેક રજૂઆતો છતાં કોઈ...

વઘાસિયાથી પકડાયેલા નકલી ટોલનાકા મુદે રીઢા તંત્રમાં અનેક રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી જ ન થઇ

બામણબોર-કચ્છ નેશનલ હાઇવે પર આવેલા વઘાસીયા ટોલનાકા પાસેથી કહેવાતા આર્મીમેન અને તેની ટોળકી બંધ પડેલા કારખાનામાંથી રસ્તો કાઢી નકલી ટોલનાકું ઉભું કરી દેવામાં આવ્યું હતું અને તેમાંથી ગેર કાયદેસર ટોલ ઉઘરાવવામાં આવતો હોવાનું કૌભાંડ સામે આવતા જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ દોડતી થઇ ગઈ હતી જોકે આ અંગે જિલ્લા પોલીસ અને કલેકટર તંત્ર દ્વારા ભયંકર બેદરકારી દાખવી હોવાનું સામે આવ્યું છે આ મુદે અનેક વખત નેશનલ હાઈવે ઓથોરીટીની રાજકોટ ઓફીસ દ્વારા લેખિત રજૂઆત કરી પોલીસ પ્રોટેક્સન આપવા તેમજ આ સ્થળે ચાલતા ગેરકાયદે રસ્તાને બંધ કરવાની માંગણી કરવામાં આવી હતી જોકે આરોપીઓ મોટા માથા હોય અને રાજકીય વગની સાથે આર્થીક રીતે સંપન્ન હોવાથી પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા હાથ નાખવામાં આવ્યા ન હતા અને તેના કારણે અહી ટોલનાકા પાસે ગેર કાયદે ટોલનાકું શરુ થઇ ગયું હતું

વઘાસીયા ટોલ નાકા સહિતના નેશનલ હાઈવે ઓથોરીટીના ટોલ નાકાને સેફ વે કંપની દ્વારા ટોલ ઉઘરાવવાની મંજુરી આપવામાં આવી હતીઅને તેઓએ પેટા કંપનીને વઘાસીયા ટોલ નાકા મેનેજમેન્ટની જવાબદારી આપી હતી આ કંપની દ્વારા સેફ વે કંપનીને પત્ર લખી આ બાબતે રજૂઆત કરતા સેફ વે દ્વારા નેશનલ હાઇવે ઓથોરીટીની રાજકોટ ખાતે ચાલતી ઝોન ઓફિસમાં ફરિયાદ કરી હતી જે બાદ હાઇવે ઓથોરીટી દ્વારા સમયાન્તરે એસપી અને કલેકટરને રજૂઆત કરવા છતાં તેમના દ્વારા કોઈ એક્શન લેવાયા ન હોવાથી આ ગેર કાયદે ટોલનાકું ચલાવતા તત્વોને મોકળું મેદાન મળી ગયું હતું હવે ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા નીકળતા જિલ્લા પોલીસ વડા અને કલેકટર દ્વારા તપાસના આદેશ આપ્યા અને ડીવાયએસપી તેમજ પ્રાંત અધિકારીને સાથે રાખી તપાસ સમિતી બનાવી છે જોકે હવે અ તપાસ સમીતી ખરેખર શું તપાસ કરે છે અને ખરેખર જવાબદાર લોકો સામે શું એક્શન લેવાશે તે જોવાનું રહ્યું

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW