HomeGujaratફૂલકી નદીમાં પાણી ન છોડતાં મોરબીના ૬ થી વધુ ગામની જમીનમાં જીરું...

ફૂલકી નદીમાં પાણી ન છોડતાં મોરબીના ૬ થી વધુ ગામની જમીનમાં જીરું પાક નું વાવેતર અટક્યું 

ખેડૂતોએ અનેક રજુઆત કરી છતાં માત્ર આશ્વાસન આપતા સ્થિતિ કફોડી
દિવાળી પર્વ બાદ  એક સપ્તાહના સામાંન્ય રીતે શિયાળુ પાક શરૂ થઈ જતું હોય છે મોરબી જીલ્લામાં અનેક ગામમાં વાવેતર પણ થવા લાગ્યું છે જોકે ફુલકી નદીના કિનારે આવેલા અને ટંકારા તાલુકામાં આવેલા ૮થી વધુ ગામમાં તંત્રના પાપે વાવેતર અટક્યું છે આં વિસ્તારમાં સૌની યોજના અંતર્ગત જતી પાઇપ લાઇનમાંથી વાલ આપવામાં આવ્યો છે અને તે સિંચાઇનું પણી ફૂલકી નદીના છોડાય છે.પરંતુ આ વર્ષે સિંચાઇ વિભાગ દ્વારા હજુ સુધી પાણી ન છોડવામાં આવ્યા હોવાની ફરિયાદ ખેડૂતોમાંથી ઉઠી છેં સમયસર પાણી ન મળતા ટંકારા તાલુકાના વિરપર, પંચાસર, બગથળા બોલિયા અને રાજપર સહિત ન ગામમાં ખેડૂતોએ જીરું, વરિયાળી તેમજ બાકીના શિયાળુ પાક વાવેતરની તમામ તૈયારી કરી દીધી હોવા છતાં વાવેતર કરી શકતા નથી કેટલાય ખેડુત એવા છે જેને જીરું પાક સમયસર વાવી શકે તે માટે કપાસ નો પાક ઉખેડી દીધો હતો  હવે પાણી વાકે તેનું વાવેતર અટક્યું છે જો બે ત્રણ દિવસમાં જીરું પાકનું વાવેતર નહિ થાય તો આગામી દિવસોમાં ખેડૂતોને મોટી નુકશાની વેઠવી પડે તેવી સંભાવના પણ વ્યક્ત કરી છેબીજી તરફ તંત્ર દ્વારા પાણી છોડવામાં આવતાં હોવાના જૂના વિડીઓ મૂકી ગેર માર્ગે દોરવામાં આવતા હોવાનો પણ સ્થાનિકો આક્ષેપ કર્યો છે ખેડૂતોએ એક બે દિવસમાં સૌની યોજના થકી પાણી છોડવવામાં આવે તેવી માગણી કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW