મોરબીમાં દિવાળી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.નાના બાળકોથી લઇ મોટેરાઓએ ફટાકડા ફોડ્યા હતા અને આતશબાજી કરી હતી. જેના કારણે 21 જેટલા સ્થળે આગની નાની મોટી ઘટના બની હતી, જે આગ ફાયર વિભાગે કાબુમાં લઇ લીધી હતી.એક દીવસ આતશબાજી કરીને પણ જાણે લોકો થાક્યા ન હોય તેમ ગત રાત્રીના પણ ફરી એકવાર આતશબાજી શરુ થઇ ગઈ છે અને તેના કારણે અલગ અલગ વિસ્તાર આગની ઘટના બની હતી જેમાં એક ઘટના લાતી પ્લોટ વિસ્તારમાં આવેલ ઘડિયાળની ફેક્ટરીમાં આગ લાગી હતી આગે થોડીવારમાં મોટું રૂપ લઇ લેતા ફેક્ટરીમાં રહેલી 200થી વધુ તૈયાર ઘડિયાળ, રો મટીરીયલ, તેમજ અન્ય નાનો મોટો સામાન બળીને ખાખ થઇ ગયો હતો. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોચી આગ પર કાબુ મેળવ્યો હતો

આગની બીજી એક ઘટના મોરબી શહેરના ગ્રીનચોક વિસ્તારમાં સંજયભાઈ ધોળાઈની સોના કામ કરવાની દુકાનમાં બીજા માળે આગ લાગી હતી હતી.જેમાં મોટા પાયે માલ સામાન સળગી ઉઠ્યો હતો આ ઉપરાંત મ્રોબીના વીસીફાટક પાસે રેલવે પાટાની બાજુમાં બાવળમાં પણ ફટાકડાનો તણખો ઉડતા આગ ફાટી નીકળી હતી તમામ ઘટના કોઈ જાનહાની ન થતા લોકોએ રાહત અનુભવી હતી

