આમ તો મોરબી જિલ્લામાં મારા મારી ની ઘટના સામાન્ય બની ગઈ છે રોજબરોજ મારામારીની ઘટના બનતી નજરે જોવા મળી રહી છે ત્યારે વધુ એક ઘટના હળવદમાં બની છે હળવદમાં બાઈક માંગવા બાબતે બે શખ્સ દ્રારા મહિલાને માર મારી ધાક ધમકી આપી હતી
હળવદના જોગણી માતાજીના મંદિર સામે રહેતા રેખાબેન કિરણભાઈ વાજેલીયા હળવદ પોલીસ સ્ટેશનમાં રાયક ઉર્ફે મોલુ રમજાન ભટ્ટી તથા એક અન્ય વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે ગત તા.૦૫-૧૧-૨૦૨૩ ના રોજ સાંજના સાડા છ વાગ્યાના અરસામાં આરોપીએ ફરીયાદી પાસે બાઇક માંગતા ફરીયાદીએ બાઇક નહી આપતા આરોપીને સારૂ નહી લાગતા ફરીયાદીને ભુંડા બોલી ગાળો આપી અને બાદ લાકડાના ધોકા વતી ફરીયાદી તથા સાહેદના ઘરે તોડફોડ કરી નુકશાન કરી તથા ફરીયાદીને ગાળો આપી લાકડાના ધોકા વતી મુંઢ ઇજા કરી તથા ફરીયાદીના પતિને મોબાઇલમાં આરોપી સામે ફરીયાદ નહી કરવા ધમકી આપી હોવાથી ભોગ બનનાર રેખાબેને આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

